Home Gujarat Rajkots Trp Game Zone Fire Congress Workers On Their Way To Present To The Municipal Commissioner Atachy

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડઃ : ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ નેતાઓનું ઉગ્ર પ્રદર્શન, અનેકના કરાયા ડિટેઈન

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડઃ
Published by: OBS Bureau
Last Updated: May 20, 2025, 01:19 PM IST

Rajkot TRP Game Zone Fire: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં બનેલ TRP ગેમ ઝોનમાં 27 માનવ જિંદગી હોમાઈ ગઈ હતી અને તેમના પરિવારને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી તત્કાલીન સમયે અમારા દ્વારા આપને અવારનવાર લેખિત રજૂઆતો અને મૌખિક રજૂઆતો કરેલ હતી. ત્રણ દિવસના ત્રિકોણબાગ ખાતે ઉપવાસ પણ કરવામાં આવેલ હતા અને આપને જણાવેલ હતું કે 27 લોકોના મૃત્યુ થયેલ તેના વારસદારોમાંથી એક વ્યક્તિને નોકરીની માંગ કરવામાં આવેલ હતી અને TRP ગેમ ઝોન કોના હુકમથી ઉભો કરાયો હતો તે અધિકારી કે પદાધિકારીઓ ઉપર આપે શું કાર્યવાહી કરી તેનો આજ દિન સુધી અમોને જવાબ મળેલ નથી અવસાન પામેલ વારસદારને નોકરી મળી કે કેમ તેનો પણ કોઈ જવાબ મળેલ નથી.

આ ગેમ ઝોન કોના આશીર્વાદથી ચાલુ હતું તેનો પણ આપના તરફથી કોઈ જવાબ મળેલ નથી તત્કાલીન ટીપીઓ સાગઠીયાએ 260 (2) મુજબની નોટીસ આપી હતી. તેમ છતાં TRP દૂર કરવામાં આવ્યો નહોતો. દૂર કરવા માટેનો હુકમ કરેલ હતો તે હુકમ કોના કહેવાથી અટકાવવામાં આવેલ જો આ હુકમનું પાલન થયું હોત તો રાજકોટમાં 27 માનવ જિંદગી બચાવી શક્યા હોત આ હુકમ કરનાર સામે આપે આજ દિન સુધી કોઈ પગલા લીધા છે કે કેમ તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ ભ્રષ્ટાચારી અધિકારી કે પદાધિકારી કોણ છે તેની પણ આપે અમોને જાણ કરેલ નથી અથવા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ નથી આ ભ્રષ્ટાચારીઓની સામે પગલાં લેવાના તત્કાલીન સમયની અમારી માગણી હતી જે આપે આજ દિન સુધી પગલાં લેવામાં ન આવતા તેના વિરોધમાં અમો આપની સામે ધરણાં અને આપની ઓફિસનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ રાખેલ છે હજુ સુધી આપે કોઈ કાર્યવાહી કરી નથી જો ઝડપથી કાર્યવાહી નહીં કરાય તો ઝલદ કાર્યક્રમો અપાશે એક સાગઠીયા જવાબદાર નથી જેટલા અધિકારી પદાધિકારીઓ/જવાબદાર હોય તેની સામે તમો પોતે ફરિયાદી બની ફરિયાદ કરો તેવી અમારી માગણી છે.

*પોલીસની દાદાગીરી*
ગઈકાલે રાજકોટ શહેર પોલીસના એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા રાજકોટ મહાનગરપાલિકામાં લોકશાહી ઢબે શિસ્તબધ્ધ રીતે રજૂઆત કરવામાં આવશે એ પ્રકારે પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આજે ત્રિકોણ બાગ ખાતે પોલીસે હજુ રજૂઆત કરવા કોંગ્રેસના આગેવાનો જાય એ પહેલા ડીટેઇન કરી લેવામાં આવ્યા હતા.

લોકશાહીને ગળે ટૂંકો દેવામાં આવ્યો હતો અને પોલીસે સત્તાધિશોના આદેશથી કોઈની રજૂઆત સાંભળવાની નહીં એ પ્રકારનો જે રાજ્યભરમાં અભિગમ છે તેમાં પોલીસ સહભાગી બની હતી. ત્યારબાદ લેખિત રજૂઆત હતી એ કમિશનરની રજિસ્ટ્રી બ્રાન્ચમાં કોંગ્રેસના કાર્યકરે ઇન્વર્ડ કરાવી દીધી હતી. આવતીકાલે સવારે 10:30 કલાકે રાજકોટ શહેર પોલીસ કમિશનરને અગ્નિ કાંડ મુદ્દે રજૂઆત કરવામાં આવશે.

ત્રિકોણબાગ ખાતે આજે કોંગ્રેસના કાર્યકરોએ અગ્નિકાંડ પીડિતોની ન્યાય અપાવવા સુત્રોચાર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. પોલીસ રાજકીય હાથો ન બને અને રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા ની ખાડે ગયેલી પરિસ્થિતિ સંભાળે. જે કાર્યક્રમ આપવામાં આવેલ છે અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ જાહેર કરવામાં આવ્યા છે તે કાર્યક્રમો કરવામાં આવશે પોલીસ હવનમાં હાડકા નાખવાનું બંધ કરે અને પોતાની લક્ષ્મણરેખા ન ઓળંગે એ ઇચ્છનીય છે રાજકોટમાં ખુદ પોલીસ રાજકોટની શાંતિ ડખોડવાનો પ્રયાસ ન કરે.

આજના દેખાવો કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ની આગેવાની હેઠળ સંજયભાઈ અજુડીયા, જશવંત ભટ્ટી, ડી પી મકવાણા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, રણજીતભાઈ મુંધવા, દિલીપભાઈ આસવાણી, કોર્પોરેટર કોમલબેન ભરાઈ, નયનાબા જાડેજા, અજીતભાઈ વાંક, જયાબેન ટાંક, મનીષાબા વાળા, જસુબા વાંક, ગીરીશભાઈ પટેલ, નાગજીભાઈ વિરાણી, બાવકુભાઈ ઉંધાડ, જીગ્નેશ ભાઈ પાટડીયા, મયુરભાઈ શાહ, કંચનબેન વાળા, હરેશભાઈ ભારાઈ, રાજુભાઈ આમરાણીયા, રહીમભાઈ સોરા, યજ્ઞેશભાઈ દવે, અજીતભાઈ વાંક, જગાભાઈ મોરી, પ્રભાતભાઈ ડાંગર, ચિંતનભાઈ દવે, જીતુભાઈ ઠાકર, ગજેન્દ્રસિંહ ઝાલા, સુરેશભાઈ ગેરૈયા, સલીમભાઈ કારિયાણી, રસિકભાઈ ભટ્ટ, ગૌરવભાઈ પુજારા સહિતના આગેવાનો જોડાયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now