રાજ્યમાં પૂલ ધસવા કે, તુટવા હવે સામાન્ય ઘટનાઓ બની ગઈ છે. હજુ ગંભીરા બ્રિજના ઘા રૂઝાયા નથી ત્યાં તો રાજકોટમાં નિર્માણાધીન સાંઢિયા પુલ ધસી પડ્યા સમાચાર સામે આવી ગયા છે. જે સ્લેબ નમી પડતા અધિકારીએ દોડમ દોડ કરી હતી. જો કે, રાહતની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે રીતે આ પૂલમાં અંદાજે 2.5 ફૂટનો ખાબડો પડ્યો છે, તેને લઈ ગુણવત્તા પર સવાલો ચોક્કસથી ઉભા થયા છે.
નિર્માણાધીન સાંઢિયા પુલમાં ગાબડું!
રાજકોટ-જામનગર હાઈવે પર રૂપિયા રૂ. 74 કરોડના ખર્ચે સાંઢિયા પુલના નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. જેના નિર્માણકાર્ય સમય એકાએક ટેકા ખસી જતાં એક સ્લેબ એક બાજુ નમી ગયો હતો. જેના કારણે પુલનો એક ભાગમાં 2 જેટલું ગાબડું પડ્યું હતું. સદનસીબે આ ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી
ગુણવત્તાના 'ગુણ દેખાયા'!
પૂલ ધસી પડાવની ઘટનાન પગલે નિર્માણકાર્યની ગુણવત્તા અને સલામતી પર ચોક્કસથી સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે, પૂલનુ હજુ નિર્માણકાર્ય પણ ચાલુ છે, આ નવા બ્રિજનું નિર્માણ 20 પિલર ઉપર 120 ગડર મૂકીને કરવામાં આવી રહ્યું છે, ત્યાં આવી દુર્ઘટના બની છે. ત્યારે ગુણવત્તાને લઈ ચોક્કસથી ફરી એકવાર સવાલો ઉભા થયા છે.
કોન્ટ્રાક્ટરને સૂચના આપી 'છૂટા' થયા અધિકારીઓ?
આ સમગ્ર મામલે રાજકોટ મનપાનાં સિટી ઈજનેર અતુલ રાવલે કે, સાંઢિયા પુલના નિર્માણ દરમિયાન 31 જુલાઈ સ્લેબને ટેકો આપવા માટે લગાવવામાં આવેલા ટેમ્પરરી સપોર્ટ સ્ટ્રક્ચર ખસી ગયા હતા. જેના કારણે તેમાંથી કાચા પોપડા ખર્યા હતા સ્લેબ થોડો નમી ગયો હતો. જેના પગલે અમે સૂચના આપી છે કે, બ્રિજના ક્ષતિગ્રસ્ત ભાગને સુધારવા કામગીરી કરે અને ફરીવાર આવું ન બને તે માટે વધુ ચોકસાઈથી કામ કરવા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે.






