Home Gujarat Rajkot Rajkot Psi Misfire University Road Firing Incident

રાજકોટમાં PSI ના ઘરે મોડી રાત્રે ફાયરિંગ : મહિલા સહિત બે ઇજાગ્રસ્ત

ગુજરાતના પોલીસ ઓફિસર ચાલીને આવે છે અને 404 નંબરનો દરવાજો
Published by: Chintan Chavda
Last Updated: Mar 31, 2026, 05:17 AM IST

Rajkot શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ સમન્વય શુલ્ક એપાર્ટમેન્ટમાં 30 માર્ચની મોડી રાત્રે ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવમાં રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા PSI એન. કે. પંડ્યાની રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટતા તેઓ પોતે અને તેમની સાથે હાજર એક મહિલા ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે બન્નેને તાત્કાલિક સારવાર માટે શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

PSI પંડ્યાની રિવોલ્વરમાંથી અચાનક મિસફાયર

મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર PSI પંડ્યા તેમના ઘરે રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, ત્યારે અચાનક મિસફાયર થવાથી ગોળી છૂટ્યાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, હકીકતમાં ઘટના કેવી રીતે બની તેની સચોટ વિગતો જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફાયરિંગ દરમિયાન ગોળી PSI પંડ્યાના હાથમાં વાગી હતી, જ્યારે તેમની સાથે રહેલી મહિલાને કમરના ભાગે ઇજા પહોંચી હતી. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે.

ઘટનાના બાદ ફ્લેટને મારવામાં આવ્યું તાળું

મળતી માહિતી મુજબ, PSI પંડ્યા છેલ્લા બે વર્ષથી આ એપાર્ટમેન્ટમાં રહે છે. ઘટનાના બાદ ફ્લેટને તાળું મારી દેવામાં આવ્યું હતું. પંડ્યાએ પડોશીઓને જણાવ્યું હતું કે આ મિસફાયરનો બનાવ છે અને આ ઘટનામાં તેમની સાથે રહેલી મહિલા તેમની મિત્ર છે.


આ પણ વાંચો: બૂથ કાર્યકર્તા પક્ષનો સૌથી મજબૂત પાયો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપા સજ્જ: જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને આપ્યો વિજય મંત્ર

આ બનાવ બાદ યુનિવર્સિટી પોલીસ મથકના અધિકારીઓ પણ સક્રિય થયા હતા. ડી-સ્ટાફના PSI વિક્રમ ડોડિયાને પણ ફોન દ્વારા આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે સત્ય પરિસ્થિતિ બહાર લાવવા પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ ચાલુ રાખવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
PM Modi Gujarat Visit; ટેક્નોલોજી હબ બનશે ગુજરાત
સુરતના લિંબાયતમાં રહેણાક મકાનમાં ભીષણ આગ
અમદાવાદના પોશ વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી અફરાતફરી
વડોદરામાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ
વડોદરામાં રફ્તારનો કહેર