Home Gujarat Rajkot Naradham School Van Driver R A 14 Year Old Girl

નરાધમ સ્કૂલવાન ચાલકે 14 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ : ધાકધમકીથી વટાવી હેવાનિયતની હદ, દીકરીને પીંખી નાખી!

નરાધમ સ્કૂલવાન ચાલકે 14 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 05:36 AM IST

રાજકોટ શહેરના માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 14 વર્ષની નાબાલિક બાળકી સાથે તેની જ સ્કૂલ વાનના ચાલક દ્વારા ધાકધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.


આરોપી રમેશ ખરાનીની ધરપકડ

આ મામલે માલવિયા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી હેવાન આરોપી રમેશ ખરાનીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ જે સ્કૂલ વાનનો ઉપયોગ કરીને આ ગુનાહિત કૃત્ય આચર્યું હતું તે વાન પણ પોલીસે હસ્તગત કરી લીધી છે.

ટપોલીસે કાર્યવાહી હાથ ધરી

સમગ્ર ઘટનાને લઈને રાજકોટ પોલીસ વિભાગના ACP ભાવેશ જાધવે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, નાબાલિક સાથે થયેલા ગુનામાં પોલીસ કોઈપણ પ્રકારની ઢીલાશ રાખશે નહીં અને આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

લોકોમાં ભારે આક્રોશ

હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને બાળકીની સુરક્ષા તેમજ ન્યાય મળે તે માટે પોલીસ દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઘટનાને કારણે શહેરમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now