Home Gujarat Rajkot Rajkot Nanamauva Women Allegation Youth Detained

રાજકોટમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તનનો આક્ષેપ : સ્થાનિક મહિલાઓએ યુવકને ઝડપી પોલીસને સોંપ્યો

Rajkot News
Published by: Viral Patel
Last Updated: Jun 02, 2026, 12:49 PM IST

Rajkot News: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે પણ બહેન-દીકરીઓની છેડતી અને અભદ્ર વર્તનના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. આવી જ એક ઘટના રાજકોટના નાનામૌવા મેઇન રોડ વિસ્તારમાં સામે આવી છે, જ્યાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતા રોમિયોને સ્થાનિક મહિલાઓએ પાઠ ભણાવ્યો છે. મહિલાઓ સાથે અશોભનીય ઇશારાઓ અને અભદ્ર વર્તન કરનારા દર્પણ જેઠવા નામના યુવકને મહિલાઓએ જાહેરમાં પકડીને મેથીપાક ચખાડ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

જો તમે પણ બાળકોને પેપ્સી-ચોકલેટ આપો છો તો સાવધાન! : રાજકોટમાંથી 200 કિલોથી વધુ અખાદ્ય ચોકલેટ-વેફરનો જથ્થો ઝડપાયો

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, નાનામૌવા મેઇન રોડ પર આવેલી મહાત્મા ગાંધી સ્કૂલ પાછળના બગીચા નજીક એક રહેણાંક વિસ્તાર આવેલો છે. અહીં છેલ્લા કેટલાક સમયથી દર્પણ જેઠવા નામનો યુવક સ્થાનિક મહિલાઓ અને યુવતીઓને હેરાન કરતો હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. આ યુવક દ્વારા જાહેર માર્ગો પર મહિલાઓ સામે જોઈને અભદ્ર વર્તન અને અશોભનીય ઇશારાઓ કરવામાં આવતા હતા, જેના કારણે સ્થાનિક બહેન-દીકરીઓમાં ભારે રોષ અને અસલામતીની લાગણી વ્યાપેલી હતી.

મહિલાઓએ એકજૂથ થઈને લીધો એક્શન

રોજેરોજની આ હેરાનગતિથી કંટાળેલી સ્થાનિક મહિલાઓએ આખરે કાયદો હાથમાં લેવાને બદલે નારીશક્તિનો પરચો બતાવવાનું નક્કી કર્યું. યુવકની કરતૂતોથી આક્રોશિત મહિલાઓ એકજૂથ થઈ ગઈ હતી અને દર્પણ જેઠવાને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, રોષે ભરાયેલી મહિલાઓએ તેને સ્થળ પર જ બરાબરનો પાઠ ભણાવ્યો (મેથીપાક આપ્યો) હતો. આસપાસના લોકો પણ મહિલાઓની આ હિંમત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, મહિલાઓએ યુવકને ઝડપી લીધા બાદ કાયદેસરની કાર્યવાહી માટે તેને તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનના હવાલે કર્યો હતો.

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલાં વિવાદ : પડકાર સામે પડકાર; વિરોધીઓને દરબારમાં આવવાનું આમંત્રણ

પોલીસ તપાસ બાદ સત્ય આવશે સામે

આ મામલે હાલ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જોકે, આ લખાય છે ત્યાં સુધી આ ઘટના અંગે પોલીસ મથકે સત્તાવાર ગુનો નોંધાયો છે કે નહીં, અને પ્રાથમિક પૂછપરછમાં શું વિગતો બહાર આવી છે તેની અધિકૃત માહિતીની રાહ જોવાઈ રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલાની તપાસ પૂર્ણ થયા બાદ જ આક્ષેપોની સત્યતા અને ઘટના પાછળના અસલી કારણો સ્પષ્ટ થઈ શકશે.

"નિર્ભય વાતાવરણ જરૂરી" : સ્થાનિક મહિલાઓનો સૂર

આ ઘટના બાદ વિસ્તારની મહિલાઓએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, રહેણાંક વિસ્તારો કે જાહેર સ્થળોએ બહેન-દીકરીઓ સુરક્ષિત અનુભવે તે અત્યંત જરૂરી છે. આવા રોમિયો તત્વો સામે પોલીસે દાખલારૂપ અને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ મહિલાઓની છેડતી કરતા પહેલા સો વખત વિચારે. રાજકોટની આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે જ્યારે સ્ત્રી પોતાની સુરક્ષા માટે મક્કમ બને છે, ત્યારે ગમે તેવા અસામાજિક તત્વોએ નમવું જ પડે છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ મામલે કેવા પગલાં ભરે છે.

રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કથિત દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ : મેનેજર અને સંચાલકની ધરપકડ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now