રાજકોટ શહેરમાં આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી ...આ બેઠકમાં સૌથી પહેલાં નગરસેવકોએ પહલગામ હુમલા તેમજ સિટી બસ દુર્ઘટનાને લઈને મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આજની સ્ટે. કમિટીની બેઠકમાં કુલ 32 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના અલગ અલગ વોર્ડમાં દરખાસ્તની અંદર વિકાસ કામો અંગે તમામ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી. કોઠારિયા અને આસપાસના ભળેલા નવા વિસ્તારો માટે નવો દક્ષિણ ઝોન બનાવવા મંજૂરી આપવામાં આવી. સાથે જ દક્ષિણ ઝોનમાં કચેરી અને અન્ય વિભાગો કાર્યરત થઈ જેના માટે અંદાજિત 29 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.
આ સાથે જ નવું સ્પોટ્સ કોમ્પ્લેક્ષ પણ બનશે, તેને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. એટલુ જ નહીં પણ 32 કરોડના ખર્ચે નવા રસ્તા બનાવવા દરખાસ્તને મંજૂર આપી છે. કુલ 117 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે.
અદ્યતન ટેકનોલોજી સાથે સાઉથનો ઝોન તૈયાર થઈ જશે અંદાજિત 2 વર્ષના સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





