Home Gujarat Rajkot Kshatriya Community Leader Pt Jadeja Was Sent Toahmedabad Sabarmati Jail After Detention Devi

ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત : અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલી દેવાયા

ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2025, 03:30 AM IST

ક્ષત્રિય સમાજના આગેવાન પી ટી જાડેજાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાન પી ટી જાડેજાની અટકાયત કરવામાં આવી છે. રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પી ટી જાડેજાની અટકાયત કરી પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

બે દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબત બોલાચાલી કરીને એક વ્યક્તિને ધમકી આપવામાં આવી હતી, જેની ઓડિયો ક્લિપ વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

રાજકોટ ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. બે દિવસ પહેલા અમરનાથ મંદિરના વિવાદમાં ધમકીની ફરિયાદ નોંધાઈ હતી, ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા જાડેજાને પાસા હેઠળ અટકાયત કરાઈ ગતિ. ક્ષત્રિય સમાજના આંદોલન વેળાએ ચર્ચામાં રહેલા પીટી જાડેજા સાબરમતી જેલ હવાલે કરાયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now