Rajkot News: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને ગુનેગારોમાં ફફડાટ પેદા કરવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક મોટું પગલું ભર્યું છે. શહેરના થોરાળા વિસ્તારમાં વર્ષોથી આતંક મચાવતી કુખ્યાત 'શામજી મકા ગેંગ' વિરુદ્ધ પોલીસે ગુજસીટોક (GUJCTOC - ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગેંગનો કાળો ઈતિહાસ: 10 વર્ષ અને અનેક ગુનાઓ
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ છેલ્લા એક દાયકાથી સક્રિય હતી. આ ગેંગના સભ્યો વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં ગંભીર પ્રકારના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં મુખ્યત્વે હત્યા અને હત્યાનો પ્રયાસ, અપહરણ અને બળજબરીથી વસૂલાત. બળાત્કાર અને છેડતી, ઘાતક હથિયારો સાથે મારામારી.
આ પણ વાંચો: Explainer: આ છે મોટી રણનીતિ : દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશના હાઈ કમિશનર બનાવીને શું હાંસલ કરવા માંગે છે ભારત?
12 સાગરીતો વિરુદ્ધ સકંજો: 8ની ધરપકડ, 4 ફરાર
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના કુલ 12 સાગરીતોની યાદી તૈયાર કરી તેમની વિરુદ્ધ ગુજસીટોકનો ગાળિયો કસ્યો છે. પોલીસની વિવિધ ટીમોએ દરોડા પાડીને કુલ 12 આરોપીઓમાંથી 8 આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. જ્યારે ગેંગના અન્ય 4 સાગરીતો હજુ પણ ફરાર છે. હાલમાં પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. જે ૪ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, તેમને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમો બનાવી ચક્રગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીને ગણાવ્યા ‘આતંકવાદી’ : પછી કરી સ્પષ્ટતા; BJPએ કહ્યું- ‘દેશની માફી માંગો’
શહેરીજનોમાં રાહતની લાગણી
થોરાળા અને તેની આસપાસના વિસ્તારોમાં 'શામજી મકા ગેંગ'નો ભારે ખૌફ હતો. સ્થાનિક લોકો આ ગેંગના ત્રાસથી પરેશાન હતા. રાજકોટ પોલીસની આ કડક કાર્યવાહીને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સામાન્ય જનતામાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ હવે આ ગેંગની મિલકતો અને તેમના આર્થિક વ્યવહારોની પણ તપાસ કરી રહી છે જેથી આ સંગઠિત ગુનાખોરીના નેટવર્કને મૂળમાંથી ઉખાડી શકાય.





