Home Gujarat Rajkot Dumper Accident Mp Rambhai Mokaria Say About

''ડમ્પરો હાઈવે ઉપર ખૂબ જ સ્પીડમાં ચાલતા હોય છે'' : રાજકોટમાં ડમ્પર અકસ્માત મુદ્દે સાંસદ રામભાઈ મોકરિયાએ શું કહ્યું?

''ડમ્પરો હાઈવે ઉપર ખૂબ જ સ્પીડમાં ચાલતા હોય છે''
Published by: OBS Bureau
Last Updated: Jul 17, 2025, 11:35 AM IST

રાજકોટ શહેરમાં હનુમાન મઢી ચોક નજીક ગઈકાલે એટલે કે, 16 જુલાઈએ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે એક કોલેજિયન યુવતીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતુ. જે સમગ્ર ઘટનાને લઈ સાંસદ રામભાઈ મોકરિયાનું નિવેદન સામે આવ્યું છે.


''ડમ્પરો હાઈવે ઉપર પણ ખૂબ જ સ્પીડમાં ચાલતા હોય છે''

સાંસદ રામભાઈ મોકરિયાએ કહ્યું કે, ''20 વર્ષની દીકીરીએ જીવ ગુમાવ્યું છે, તે અભ્યાસ કરતી હતી, જે ઘટના બની છે જે ખુબ જ દુ:ખદ છે, એવી ઘટના કોઈ સાથે ન બનવી જોઈએ. તેમજ આ ડમ્પરોને કંટ્રોલ કરવાની જરૂર છે, આમ તો આ વાહનોને સિટીમાં આવવાની મનાઈ હોય છે છતાં એનકેન રીતે આવે છે ત્યારે તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ. વધુમાં કહ્યું કે, ''આ ડમ્પરો હાઈવે ઉપર પણ ખૂબ જ સ્પીડમાં ચાલતા હોય છે, જે બેફામ ચાલતા હોય છે. જેને RTO વાળા પણ રોકતા પણ નથી''.


ડમ્પરે અડફેટે લેતા યુવતીનું મોત થયું હતુ

ગઈકાલે જુહી નડિયાપરા પોતાની બહેનપણી સાથે કોલેજ જવા નીકળી હતી. જે હનુમાન મઢી ચોક નજીક પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર (નંબર: GJ.36.T.0197)ના ચાલકે જુહીને અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now