Home Gujarat Rajkot Bar Association Elections Heat Up

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ગરમા-ગરમી! : ગંભીર આક્ષેપો સાથે બંને પેનલ વચ્ચે થઈ તકરાર, રસાકસીનો જંગ

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ગરમા-ગરમી!
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 08:17 AM IST

Rajkot Bar Association Election : રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં શરૂઆતથી જ ગરમાવો જોવા મળ્યો છે. મતદાન શરૂ થતાં જ સમરસ પેનલ અને RBA પેનલ વચ્ચે ભારે તકરાર સર્જાઈ હતી, જેના કારણે ચૂંટણી માહોલ તણાવપૂર્ણ બની ગયો છે. નવા અને જૂના ગૃપ વચ્ચેની રાજનીતિના સ્પષ્ટ એંધાણ આજે દેખાયા હતા.

બંને પેનલ વચ્ચે ઘમાસાણ

સમરસ પેનલ દ્વારા RBA પેનલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમરસ પેનલના મહિલા સમર્થકે આરોપ લગાવ્યો હતો કે, RBA પેનલના સમર્થકો માનીતા મતદારોને મતદાન રૂમ સુધી લઈ જઈને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દે બંને પેનલના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

રસાકસીનો જંગ જામશે

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવતા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન હલચલ મચી ગઈ છે. વીડિયોમાં બંને પક્ષના સમર્થકો વચ્ચેની તણાવભરી સ્થિતિ સ્પષ્ટ રીતે નજરે પડી રહી છે. ઘટનાની જાણ થતાં ચૂંટણી સંચાલકો અને વરિષ્ઠ સભ્યો દ્વારા મામલો સંભાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે બપોરે 3 વાગ્યા સુધી મતદાન ચાલશે અને ત્યાં સુધી રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં રસાકસીનો જંગ જામશે તેવી શક્યતા છે. હાલ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now