Home Gujarat Rajkot Arrest Of Pt Jadeja Protest From Kshatriya Community

રાજકોટના પી.ટી.જાડેજા કાયદાના સંકજામાં : ક્ષત્રિય સમાજ આવ્યો મેદાને!, આવેદન પાઠવી કર્યો વરોધ, મામલો ઉગ્ર

રાજકોટના પી.ટી.જાડેજા કાયદાના સંકજામાં
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2025, 08:33 AM IST

ક્ષત્રિય સમાજના આગેવાન અને લડાયક અને 'ધમકીદાર' આગેવાનની છાપ ધરાવતા પ્રવીણસિંહ જાડેજા ઉર્ફે પીટી જાડેજાની તાલુકા પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી છે. વિગતો એવી છે કે, બે દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબત બોલાચાલી થતા ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. જે બાદ જસ્મીન ભરતભાઇ મકવાણાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, હવે પીટી જાડેજાની ધરપકડ બાદ રાજકોટમાં ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો મેદાને આવ્યા છે.



ક્ષત્રિય સમાજે આવેદન પાઠવી વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજાની વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવતા બહુમાળી ચોક ખાતે 60થી વધુ ક્ષત્રિય સમાજના પુરુષો તેમજ મહિલા અગ્રણીઓ એકઠા થયા અને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું છે. જેમણે આ કાર્યવાહી મામલે વિરોધ પણ નોઁધાવ્યો છે. જેમણે આક્ષેપ કર્યો છે કે, ''ક્ષત્રિય અસ્મિતા આંદોલનના કારણે રાજકીય કિન્નાખોરી રાખી કાર્યવાહી કરાઈ છે''
પદ્મિનીબાએ શું કહ્યું?
પદ્મિનીબાએ કહ્યું કે, ''હુ સરકારને અપીલ કરીશ કે, આ કેવી તાનાશાહી?, રેટા ગુનેગારો કેટલાય શહેરમાં ફરે ત્યાં કાર્યવાહી કરવામાં આવતી નથી, ગોંડલમાં તાત્કાલિક પગલા લેવામાં કેમ નથી આવતા? પીટી જાડેજાની નાની આવી બાબમતાં પાસા કરવામાં આવ્યું તે આદોલનનું જ પરીણામ છે''


ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ શું કહ્યું ?
ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, ''એક નાની મેટરમાં પીટી જાડેજા વિરૂદ્ધ તંત્ર પાસા લગાડવાની તજવીજ કરી રહી છે. આ ખરેખર દુખદ અને ખોટું છે, જે ઈસ્યું હતા તે ડંડા પડી ગયા છે, જેના કારણે આ થાય છે, રાજકીય રીતે હથ્થો બનાવવામાં આવે છે''



પોલીસ અટકાયત કરવા ગઈ ત્યારે P Tનું BP થઈ ગયું હતું હાઈ!,
આપને જણાવીએ કે, જ્યારે પી ટી જાડેજાની અટકાયત કરવા પોલીસ અચાનક તેમના ઘરે પહોંચી હતી ત્યારે તેમની તબિયત લથડી હતી અને તેમજને ગિરિરાજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા,ત્યા તપાસ કરતા તેમનું બ્લડ પ્રેશેર 300ને પાર થઈ પહોંચી ગયું હતું



ફરિયાદીએ શું કહ્યું ?
ફરિયાદી જસ્મીન મકવાણાએ જણાવ્યું હતું કે, ''તેઓ 25 વર્ષથી રાજકોટના અમરનાથ માહદેવ મંદિરમાં સેવા આપે છે. આ મંદિરમાં દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને આ મહાઆરતીમાં દર વખતે 800 જેટલા લોકો ભાગ લે છે. જે મામલે ફોન કરી 45 મિનિટ સુધી વાત કરી હતી અને મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now