Home Gujarat Rajkot Rajkot Aluminium Plate Theft Gang Busted 5 Arrested

રાજકોટમાં એલ્યુમિનિયમ પ્લેટ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ : પાંચ આરોપીઓ ઝડપાયા; ₹18.04 લાખનો મુદ્દામાલ જપ્ત

rajkot-aluminium-plate-theft-gang
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2026, 03:34 PM IST

રાજકોટ: શહેર ક્રાઇમ બ્રાન્ચે એલ્યુમિનિયમ પ્લેટની ચોરી કરતી સક્રિય ગેંગનો પર્દાફાશ કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹18.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 134 એલ્યુમિનિયમ પ્લેટો ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ એક છોટા હાથી વાહન અને એક રિક્ષાનો પણ સમાવેશ થાય છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મોડી રાત્રિના સમયે બુકાની બાંધીને શહેરની વિવિધ બાંધકામ સાઇટોને નિશાન બનાવતા હતા. ખાસ કરીને જ્યાં એલ્યુમિનિયમની પ્લેટો અને અન્ય બાંધકામ સામગ્રી ખુલ્લામાં રાખવામાં આવતી હતી, ત્યાંથી તેઓ ચોરીને અંજામ આપતા હતા.

ચાર અનડિટેક્ટ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો

શહેર ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન તાલુકા પોલીસ સ્ટેશન અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ ચાર અનડિટેક્ટ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આરોપીઓની પૂછપરછના આધારે વિવિધ ગુનાઓમાં તેમની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ પાસેથી કુલ 134 એલ્યુમિનિયમ પ્લેટો, એક છોટા હાથી વાહન, એક રિક્ષા સહિત અંદાજે ₹18.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

'ડિજિટલ ધરપકડ'ના નામે ₹25.65 લાખની છેતરપિંડી: CBIએ રાજકોટથી આરોપીને દબોચ્યો

ફરાર બે આરોપીઓની શોધખોળ તેજ

આ સમગ્ર ગેંગમાં સામેલ અન્ય બે આરોપીઓ હાલ ફરાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેમની ધરપકડ માટે વિવિધ ટીમોને કામે લગાડવામાં આવી છે અને સંભવિત સ્થળોએ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓની મોડસ ઓપરેન્ડી, અન્ય જિલ્લાઓમાં સંભવિત સંડોવણી તેમજ ચોરીના મુદ્દામાલના વેચાણના નેટવર્ક અંગે પણ તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર કાર્યવાહી અંગે ક્રાઇમ એસીપી ભરત બસિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ સતત સઘન પેટ્રોલિંગ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરી રહી છે. આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે ફરાર આરોપીઓને ઝડપવા માટે પ્રયાસો વધુ તેજ કરવામાં આવ્યા છે.

ફેસબુક પરની ઓળખાણ: 3 વર્ષનો વિવાદ અને અંતે રાજકોટમાં આવ્યો અંત, પોલીસે યુવકને ઝડપી પાડ્યો

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now