Home Gujarat Rajkot 2 Police Personnel Public Fight Over Love Story Between

રાજકોટમાં પોલીસ કર્મીઓ વચ્ચે જ બબાલ! : 2 પોલીસ કર્મચારીની લવ સ્ટોરી મામલે જાહેરમાં મારામારી, CCTV વાયરલ

રાજકોટમાં પોલીસ કર્મીઓ વચ્ચે જ બબાલ!
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2025, 10:32 AM IST

રાજકોટ શહેરમાં કાયદાની રક્ષા કરનારા પોલીસકર્મીઓ પોતે જ કાયદો હાથમાં લે તેવી ઘટના સામે આવી છે. સાયબર ક્રાઈમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીત પાઠકને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી સાથે પ્રેમ થયો અને તેઓ ભાગી ગયા છે. વિગતો મુજબ હજુ સુધી લાપતા છે. જો કે, તેમને શોધવા માટે બે પોલીસકર્મી બાખડ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.
જય રંગાણી સાથે કરી મારામારી
વિગતો એવી છે કે, આ યુવતીનો ભાઈ પોતે PSI હોઈ, તેણે ગોંડલમાં ફરજ બજાવતા પોતાના બેચમેટ PSI ધામેલીયાને ફોન કરી આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ PSI ધામેલીયા, LRD આશિષ ગઢવી, તેમજ રાજકોટના યોગી અને નંદન નામના વ્યક્તિઓએ મળીને જીત પાઠક અને યુવતીની શોધખોળ શરૂ કરી હતી. જીત પાઠકના ખાસ મિત્ર અને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જય રંગાણીના ઘરે યુવતી છુપાયેલી હોવાની માહિતી મળતાં, 30 જૂનના રોજ PSI ધામેલીયા સહિતની ટીમ ત્યાં પહોંચી હતી. જય રંગાણીને ‘જીત ક્યાં છે?’ એવું પૂછતાં વાતાવરણ તંગ બન્યું અને બાદમાં તેણે હિચકારો હુમલો કરી મારામારી કરી હતો.
CCTV થયા વાયરલ
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કાયદાના રક્ષકો આમ લુખ્ખાઓની જેમ મારકૂટ કરતા હવે સામાન્ય નાગરિકોમાં અનેક સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે હાલમાં આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, વિગતો મુજબ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે. જોકે, પ્રેમી પંખીડા હજુ પણ ફરાર છે . આ ઘટનાએ સમગ્ર પોલીસ તંત્ર માટે સવાલો ઉભા કર્યા છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now