ગુજરાતમાં તાપમાન ઉંચે ચડતાં લોકોને ગરમીનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. મળતી માહિતી અનુસાર, 3થી 7 મે દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે માવઠું વરસી શકે છે. આ કમોસમી વરસાદ પાછળ રાજસ્થાન તરફથી આવતા સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મુખ્ય કારણ છે.
હવામાન વિભાગની સૂચના પ્રમાણે:
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના દ્રશ્યો સર્જાઈ શકે છે.
ખાસ કરીને માછીમારોએ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
તાપમાનનું વર્તમાન ચિત્ર:
ગુરુવારે રાજકોટ ગુજરાતમાં સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું, જ્યાં તાપમાન 43.6°C રહેલું.
અમદાવાદમાં પણ 43.5°C તાપમાન નોંધાયું હતું.
અન્ય રાજ્યોમાં પણ વરસાદની શક્યતા
કઈંક આવી જ પરિસ્થિતિ દેશના અન્ય ભાગોમાં પણ જોવા મળી રહી છે.
દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી છે.
ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તો કરા સાથે ધોધમાર વરસાદ ખાબકવાની શક્યતા છે.
આ વરસાદે તાપમાનમાં રાહત આપવાની શક્યતા છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





