Gujarat Rain Alert: ગુજરાતમાં હવે ચોમાસાનો પુર જોશમાં પ્રારંભ થઈ ગયો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી થઈ ચુકી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં પણ જમાવટ કરી દીધી છે. સાથે સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત પર આગામી પાંચ દિવસ ભારેઃ
હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના છે. નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટીએ વહી રહી છે, ભારે વરસાદને પગલે પૂર્ણા નદીના પૂરમાં નવસારીમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અષાઢ ભરપૂર થયો છે અને સર્વત્ર પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે.
એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિયઃ
રાજ્યમાં ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી સામાન્યથી ભારે વરસાદની શકયતા છે. ખાસ કરીને 9 થી 12 જુલાઈ અને ત્યારબાદ 22 થી 30 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. 2થી 8 ઓગસ્ટ દરમિયાન તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની પણ શક્યતા છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026: આખરી મતદારયાદી પ્રસિદ્ધ, જાણો શું છે વિગતો






