ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોમાસાની તીવ્રતા વધી છે. અરબસાગરમાં સર્જાયેલી નમ રહેલી સિસ્ટમના કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 20 જુલાઈ સવારે 6 વાગ્યાથી 21 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ જૂનાગઢના માંગરોડમાં નોંધાયો હતો. તેની સાથે, જામનગરના જોડિયા અને જૂનાગઢ શહેરમાં 3 ઈંચ, તેમજ વલસાડના વાપી અને ઉંબરગાંવમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, જ્યારે 21 જુલાઈ સવારે 6 થી 8 વાગ્યા વચ્ચે, શહેરમાં 1.38 ઈંચ વરસાદ થયો. શહેરના પ્રહલાદનગર, આનંદનગર, થલતેજ, બોપલ, સીટીએમ, ઇસનપુર અને ઘોડાસર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો.
આ ઉપરાંત, વડોદરાના સિનોરમાં 1 ઇંચ અને ભરૂચના ઝગડિયામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપી છે, જેથી નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

_1161e05e-9ee8-4ce3-bc6c-b57dd04210d7.jpg)




