Home Gujarat Rain Is Forecast Across The State Heavy Rains Are Likely In Aravalli

ફરી એકવાર ગુજરાત પર આફતના વરસાદની આગાહી : રાજ્યના આ જિલ્લામાં આજે પડી શકે છે અતિભારે વરસાદ

ફરી એકવાર ગુજરાત પર આફતના વરસાદની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Jul 16, 2025, 05:29 AM IST

ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હોવાના કારણે આગાહી વિશેષ મહત્વની બની છે.

કયા જિલ્લાઓમાં રહેશે વધુ વરસાદ?

ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા અને સાબરકાંઠા
યેલો એલર્ટ: મહેસાણા, મહિસાગર, પાટણ
છૂટાછવાયા વરસાદ: ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, ખેડા, આણંદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સ્થિતિ:
સામાન્ય વરસાદ: સુરત, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, નર્મદા
સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ: જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી

વર્ષા સિઝનના આંકડા:

અત્યાર સુધી 49.96% સરેરાશ વરસાદ નોંધાયો
કચ્છ: 58.44%
દક્ષિણ ગુજરાત: 53.63%
સૌરાષ્ટ્ર: 49.19%
મધ્ય ગુજરાત: 48.03%
ઉત્તર ગુજરાત: 45.92%

વિશિષ્ટ હવામાન સ્થિતિ:
હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર વેલમાર્ક લો-પ્રેશર અને ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત રાજ્યમાં ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.

ડેમ અને જળસંગ્રહ
રાજ્યના ડેમની સ્થિતિ – 16 જુલાઈ 2025 સુધી
કુલ 207 ડેમમાં 55.64% જળસંગ્રહ
સરદાર સરોવર ડેમ: 50.99%
ઉત્તર ગુજરાત: 48.78%
મધ્ય ગુજરાત: 63.05%
દક્ષિણ ગુજરાત: 57.98%
કચ્છ: 55.91%
સૌરાષ્ટ્ર: 63.22%

પાણીથી ભરાયેલા ડેમની સ્થિતિ:

25 ડેમ (મધ્ય: 2, દક્ષિણ: 2, કચ્છ: 5, સૌરાષ્ટ્ર: 16) – સંપૂર્ણ ભરાયેલા
41 ડેમ હાઈ એલર્ટ પર – 90%થી વધુ ભરાવ
22 ડેમ એલર્ટ પર – 80%થી વધુ ભરાવ
17 ડેમ વૉર્નિંગ પર – 70%થી વધુ ભરાવ
126 ડેમમાં ચેતવણીની જરૂર નથી – 70%થી ઓછો ભરાવ

આગામી દિવસોમાં વરસાદનું જોર થોડું ઓછું થવાની સંભાવના દર્શાવાઈ છે. ખેડૂતો અને નદીકાંઠાના વિસ્તારના નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાનું અનુરોધ કરવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now