Home Gujarat Rain Forecast For Next 7 Days Heavy Rain Forecast In South Gujarat Signal Number 3 On The Coasts

ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાતમાં ભારેની આગાહી, દરિયાકાંઠાઓ પર 3 નંબરનું સિગ્નલ

ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 30, 2025, 04:10 AM IST

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. સાથે જ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

ભારે પવન અને વરસાદને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠા વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને આગામી 7 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. ઉપરાંત કચ્છ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે બનાસકાંઠા, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં વરસાદી સટાસટી થઈ શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 5થી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે નર્મદા, સાબરમતી અને તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now