છેલ્લા એક-બે અઠવાડિયાથી ગુજરાતમાં કમોસમી વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે, જ્યારે કેટલાક ભાગોમાં ભારે ગરમી પણ પડી રહી છે. હવામાન વિભાગે આજથી આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર ઉપરાંત, આજે મધ્ય ગુજરાત, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
તમને જણાવી દઈએ કે, 23 થી 30 મે દરમિયાન ઘણી જગ્યાએ પ્રિમોન્સૂન પ્રવૃત્તિઓ થઈ શકે છે. હવામાન વિભાગે આજે અને કાલે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવ જેવા સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાઓમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
16 થી 21 મે દરમિયાન કેવું રહેશે હવામાન
17 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
18 મે 2025 ના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે ૧૯ મે ૨૦૨૫ ના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
20 અને 21 મે 2025 ના રોજ દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?
હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહી પહેલાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસુ 15 જૂને ગુજરાતમાં પહોંચે છે. જોકે, આ વર્ષે તે ૪ દિવસ વહેલું, 10 કે 11 જૂનની આસપાસ પહોંચશે. તેની અસર ૧૨ જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે અને એટલું જ નહીં, તે ખૂબ જ ટૂંક સમયમાં સમગ્ર રાજ્યને આવરી લેશે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






