Home Gujarat Railway Traffic Affected Due To Low Season In Gujarat

કમોસમી વરસાદનાં કારણે રેલવે ટ્રાફિકને અસર : અનેક ટ્રેનો રદ, સમયમાં ફેરફાર

કમોસમી વરસાદનાં  કારણે રેલવે ટ્રાફિકને અસર
Published by: OBS Bureau
Last Updated: May 05, 2025, 07:02 PM IST

વડોદરા ડિવિઝનમાં અચાનક ભારે પવન અને ભારે વરસાદને કારણે રેલ્વે ટ્રાફિકને ભારે અસર થઈ હતી. વડોદરા રેલ્વે ડિવિઝનના DRM કાર્યાલય દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ભારે પવનને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા, જેના કારણે મેમુ ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું હતું અને કેટલીક ટ્રેનો રદ કરવી પડી હતી. DRM વડોદરાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી માહિતી મળી હતી કે
વડોદરા-વટવા મેમુ (ટ્રેન નં. 69113),
વટવા-આનંદ મેમુ (ટ્રેન નં. 69116) અને
વડોદરા-વટવા મેમુ (ટ્રેન નં. 69107) 5 મે 2025ના રોજ રદ કરવામાં આવી છે. આ ટ્રેનો રદ કરવાનું મુખ્ય કારણ પાટા પર વૃક્ષો પડવાને કારણે છે અને સલામતીના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.




સુરતમાં વંદે ભારત રોકાઈ

ભારે પવન સાથે વરસાદને કારણે કેટલીક મોટી ટ્રેનો વિવિધ સ્ટેશનો પર ફસાઈ ગઈ હતી. વંદે ભારત એક્સપ્રેસ (22961) સુરત સ્ટેશન પર સાંજે 6:54 વાગ્યે ઉભી રહી, જ્યારે તેજસ એક્સપ્રેસ (82901) ઉધના સ્ટેશન પર સાંજે 7:04 વાગ્યે ઉભી રહી. દાદર-અજમેર એક્સપ્રેસ (12989) ભેસ્તાન સ્ટેશન પર સાંજે 6:41 વાગ્યે, રાજધાની એક્સપ્રેસ (12951) સચિન ખાતે 7:46 વાગ્યે અને ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ (12953) 7:48 વાગ્યે બરછા ખાતે રોકાઈ હતી. સાંજે 7.15 કલાકે સયાજી એક્સપ્રેસ (22907) મરોલી સ્ટેશન પર રોકાઈ હતી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now