Home International Railone App Railways Launched Super Mobile App You Will Get These Facilities From Ticket Booking

રેલવે લોન્ચ કરી સુપર મોબાઈલ એપ : ટિકિટ બુકિંગથી લઈ મળશે આ તમામ સુવિધા

રેલવે લોન્ચ કરી સુપર મોબાઈલ એપ
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 12:04 PM IST

ભારતીય રેલવેએ મંગળવારે પોતાની નવી એપ RailOne લોન્ચ કરી છે. આ જોરદાર એપ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોન્ચ કરી હતી. આ એપમાં રેલવેની તમામ જાહેર સેવાઓને સંબંધિત માહિતી એક જ પ્લેટફોર્મ પર મળી રહેશે. જેમાં ટિકિટ બુકિંગ, પીએનઆર સ્ટેટસ ચેક, ટિકિટ રિફંડ અને ટ્રેનમાં ફૂડ ઓર્ડર કરવા જેવી ઘણી સેવાઓ મળી રહેશે. આ એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ એપ એ જ છે જે ફેબ્રુઆરીમાં સ્વરેલ એપ તરીકે બીટા વર્ઝનમાં રજૂ કરવામાં આવી હતી અને હવે તેનું છેલ્લું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે.
RailOne એપની ખાસ સુવિધાઓ
RailOne એપ રેલવેની ટેકનોલોજી શાખા સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ (CRIS) દ્વારા બનાવવામમાં આવી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર મફત ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.
આ એપમાં શું સુવિધા મળશે
Reserved અને Unreserved ટિકિટ બુકિંગ
પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ.
PNR સ્ટેટસ
રેલ્વે સ્ટેશન પર કોચ અંગેની જાણકારી
માલગાડી અને પાર્સલ ડિલિવરી પૂછપરછ
રિફંડ અને પેમન્ટની સુવિધા
જો કોઈ કારણોસર મુસાફરી રદ થાય અથવા ચૂકી જાય, તો મુસાફરો RailOne એપ પરથી સીધા જ રિફંડની વિનંતી કરી શકાશે. જેમાં R-Walletની સુવિધા પણ છે જે ચુકવણીને વધુ સરળ બનાવે છે.
મલ્ટી-લેગ્વેજ અને સિંગલ સાઇન-ઓન(SSO) સપોર્ટ
RailOne એપને બહુભાષી સપોર્ટ આપવામાં આવ્યો છે. ઉપરાંત તેમાં સિંગલ સાઇન-ઓન (SSO) સિસ્ટમ છે, જેથી વપરાશકર્તાઓ તેમના RailOn ક્રેડેંશિયલ્સનો ઉપયોગ કરીને IRCTC રેલકનેક્ટ અને UTS મોબાઇલ એપ જેવી અન્ય રેલ્વે એપ્સમાં લોગિન કરી શકે. લોગિન માટે બાયોમેટ્રિક પ્રમાણીકરણ અથવા m-PINનો વિકલ્પ પણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now