Home Gujarat Rahul Gandhi Meets Gambhira Bridge Tragedy Victims

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિતોને રાહુલ ગાંધી મળ્યા : પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ રકઝક, મનિષ દોશીએ શું કહ્યું?

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિતોને રાહુલ ગાંધી મળ્યા
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 01:27 PM IST

રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા, તેઓ સવારે વડોદરા એરપોર્ટ પર ઉતર્યા હતા ત્યારબાદ કોંગ્રેસ પ્રમુખો સાથે રાજકીય ચર્ચા કરી હતી, તેમણે વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના પીડિતોને પણ મળ્યા હતા, રાહુલ ગાંધીએ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો સાથે મુલાકાત કરી સાત્વાના પાઠવી હતી


ગંભીરા બ્રિજના પીડિતોને મળ્યા રાહુલ ગાંધી

અત્રે જણાવીએ કે, કોંગ્રેસના કાર્યકરો અને પોલીસની રકઝક બાદ રાહુલ ગાંધી ગંભીરા બ્રિજના પીડિતોને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી.

પોલીસ પર કોંગ્રેસના આક્ષેપ

રાહુલ રાધીની પીડિત પરિવાર સાથે મુલાકાત કાર્યક્રમ પહેલાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો સાથે રકઝક થઈ હતી. જો કે, બાદમાં રાહુલ ગાંધીએ પીડિતો સાથે મુલાકાત કરી હતી. આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, ''સરકારની અને તંત્રની બેદરકારીના કારણે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ઘટી અને જેમાં 20 જેટલી માનવ જિંદગીઓ હોમાઈ ગઈ છે'' વધુમાં કહ્યું કે, ''પીડિતો જ્યારે રાહુલ ગાંધી સાથે મળવા માગે ત્યારે સરકારના ઈશારાએ પોલીસે પીડિતોને ભગાડ્યા, પીડિતો સત્ય ન કહી દે તે માટે આ લોકો અવાર નવાર આમ કરે છે''.


''સંવેદનાઓ સમજે તેને મળવા દેતા નથી''

મનિષ દોશી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ''તમે પીડિતોની સંવેદનાઓ નથી સમજી સકતા અને જે સમજી શકે છે તેને તમે મળવા દેતા નથી, પીડિતો સત્ય કહેવા માંગ છે. જેઓ રાહુલજીને મળવા દેતા નથી તેનાથી દુ:ખદ અને શરમજનક કોઈ ઘટના હોઈ જ ન શકે''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now