Home International Rahul Gandhi Fire On Waqf Congress Party Muslim Offbeatstories

"મુસ્લિમો બાદ ખ્રિસ્ત્રીઓ પર RSSની નજર" : વક્ફ બિલનાં વિરોધમાં ફરી એક વખત રાહુલ ગાંધી મેદાને

"મુસ્લિમો બાદ ખ્રિસ્ત્રીઓ પર RSSની નજર"
Published by: OBS Bureau
Last Updated: Apr 05, 2025, 05:36 PM IST

તાજેતરમાં વક્ફ સુધારા બિલ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. જેને લઈને હાલ વિવાદનો વંટોળ છવાયો છે. ત્યારે રાહુલ ગાંધી ફરી એક વખત મેદાને ઉતર્યા છે. અને તેમણે એક્ષ પર લખ્યું કે વકફ (સુધારા) બિલ મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવા અને તેમના અંગત કાયદાઓ અને મિલકતના અધિકારો છીનવી લેવાનું એક હથિયાર છે.
વક્ફ સુધારા બિલને સંસદે વિધીવત રીતે મંજૂરી આપી દીધી છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ વક્ફ સંશોધન બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું. જેમાં 128 સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું અને 95એ વિરોધ કર્યો હતો. પરંતુ વક્ફ બિલને લઈને કોંગ્રેસ અને અન્ય વિપક્ષ પાર્ટીઓ કેન્દ્ર સરકારની આલોચના કરી રહી છે. રાહુલ ગાંધીએ અગઉ પર વિરોધ કર્યો હતો અને કોંગ્રેસ પાર્ટી આ બિલનો સખત વિરોધ કરી રહ્યું છે. કારણ કે આ કાયદો મુસ્લિમ વિરોધી છે. તેમ કહી આકરા પ્રહાર કર્યાં હતા.
આ મામલે તેમનું કહેવું છે કે કાયદો મુસ્લિમ વિરોધી છે. તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ મુદ્દે સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. વક્ફ બિલને લઈને રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે આ કાયદાને લઈને હાલ તો મુસ્લિમો પર નિશાન સાધ્યું છે. ઉપરાંત ભવિષ્યમાં બાકીના સમુદાયને પણ આ કાયદો અસર કરી શકે છે.


<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">The Waqf (Amendment) Bill is a weapon aimed at marginalising Muslims and usurping their personal laws and property rights. <br><br>This attack on the Constitution by the RSS, BJP and their allies is aimed at Muslims today but sets a precedent to target other communities in the future.…</p>&mdash; Rahul Gandhi (@RahulGandhi) <a href="https://twitter.com/RahulGandhi/status/1907478654382182635?ref_src=twsrc%5Etfw">April 2, 2025</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>


તેમજ તેમણે આ મામલે X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, 'RSS, BJP અને તેમના સાથી પક્ષો દ્વારા બંધારણ પરનો આ હુમલો આજે મુસ્લિમોને નિશાન બનાવે છે, પરંતુ ભવિષ્યમાં અન્ય સમુદાયોને નિશાન બનાવવા માટે એક દાખલો બનશે.' રાહુલ ગાંધીએ આ બિલની ટીકા કરતાં કહ્યું કે, 'આ બિલ મુસ્લિમોને નબળા પાડવા અને તેમની સંપત્તિ અને ધાર્મિક અધિકારો છીનવી લેવાનો પ્રયત્ન છે. કોંગ્રેસ પાર્ટી આ કાયદાનો સખત વિરોધ કરે છે કારણ કે તે ભારતના મૂળભૂત વિચાર પર હુમલો કરે છે અને કલમ 25, ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,