Home Gujarat Rahul Gandhi Election Commission Serious Allegations Against

''કોંગ્રેસના બેટ્સમેન ધુરંધરો, અમ્પાયર ચીટર'' : રાહુલ ગાંધી શું બોલ્યા? કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકીએ કરી સમગ્ર વાત

''કોંગ્રેસના બેટ્સમેન ધુરંધરો, અમ્પાયર ચીટર''
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 08:28 AM IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમણે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે 26થી 28 જુલાઈ સુધી ચાલનારી ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યુ છે તેમજ તેમણે જિલ્લા પ્રમુખોને 'રાજકીય પાઠ' શીખવ્યા છે. આ શિબરમાં રાહુલ ગાંધીએ શું ચર્ચા કરી તે અંગે કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકીએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ''રાહુલ ગાંધીએ ત્રણ મુદ્દે ગુજરાત કોંગ્રેસને જ્ઞાન આપ્યું છે''


''અમ્પાયર ચીટિંગ કરી રહ્યો છે''

કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકી કહ્યું કે, ''રાહુલ ગાંધી મહત્વપૂર્ણ વાત કરી છે કે, જે અમે સમજવામાં મિસ્ટેક કરતા હતા'' તેમણે કહ્યું કે, ''અમને રાહુલ ગાંધીએ કહ્યું કે, જો તમે બેટિંગ કરવા જાઓ છો અને આઉટ થઈ જાઓ છો અને આવું વારંવાર થાય છે, તો તમેન મનમાં થાય કે, અમને રમાતા નથી આવડતું અને સામેવાળા ધુરંધરો છે પરંતુ આવી નથી, તમેને ખોટી રીતે આઉટ આપવામાં આવે છે, જેમાં અમ્પાયર ચીટિંગ કરી રહ્યો છે. 2017માં તમારી સાથે આજ થયું છે, તેમ હાર્યા નથી, તમારી સાથે ગડબડી થઈ છે, એટલે કે, ઈલેક્શન કમિશને વોટર લિસ્ટમાં ગડબડી કરી છે અને જેની સામે પુરાવા એકઠા થઈ રહ્યા છે, જે વાત પણ સાચી છે''


''સાચી સફાઈની જરૂર ગુજરાતમાં છે''

નૌશાદ સોલંકી કહ્યું કે, ''રાહુલ ગાંધી બીજી વાત એવી કરી છે કે, ભાજપ જનતા પાર્ટીનો મૂળ રોગ ગુજરાતમાં છે, જે ગંગોત્રી ગુજરાતમાં વહે છે, સાચી સફાઈની જરૂર ગુજરાતમાં છે. જેના માટે સફાઈ ગુજરાતથી જરૂરી છે''.


''ગુજરાત મોડલ છે જે એક મંદિર જેવું મોડલ છે''

નૌસાદ સોલંકીએ રાહુલ ગાંધીએ કરેલી ત્રીજી વાત અંગે કહ્યું કે, ''ગુજરાતના લોકો માટે મહત્વપૂર્ણ વાત છે, રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાત મોડલ છે જે એક મંદિર જેવું મોડલ છે, મંદિરમાં તમારે આવવુ, માથું ટેકવું જેવા તમામ અધિકાર છે પરંતુ તેમને પ્રસાદ કેટલું આપવું તે ભાજપના હાથમાં છે. જે પ્રસાદ ગરીબોને, ખેડૂતો અને અંબાણી- અંદાણીને કેટલો આપવો તે ભાજપ નક્કી કરે છે, જે તમારે કંઈ પણ બોલ્યા વિના સ્વીકારી લેવાનું હોય છે. જે તમામ RSS અને ભાજપ નક્કી કરે છે, ગુજરાતની જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now