કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ચાર મહિનામાં ચોથીવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં રાજકીય પાટખુંભ બદલાયું છે, નવા પ્રદેશ પ્રમુખોથી લઈ જિલ્લા પ્રમુખોની વરણી કરાઈ છે અને હવે તેમના 'રાજકીય ક્લાસ' લેવાનું પણ શરૂ થઈ ગયું છે. પેટા ચૂંટણીમાં કોંગ્રસને મળેલી નિરાશા બાદ શક્તિસિંહ પ્રદેશ પ્રમુખનું રાજીનામું ધરી દેતા અમિત ચાવડા હાથમાં ગુજરાત કોંગ્રેસ સોંપવામાં આવી છે. જેઓ ક્રાંતિના મહિનો ઓગસ્ટમાં મોટી ક્રાંતિ સર્જવાની વાત કરી રહ્યાં છે. તો બીજી તરફ છેલ્લા ચાર મહિનામાં રાહુલ ગાંધી ગુજરાતમાં ચાર વાર આવી ચુક્યા છે. જેમણે ગંગોત્રીની સફાઈની જેમ ગુજરાતમાં સફાઈનો નિર્ધાર કર્યો હોય તેમ કોંગ્રેસના નેતાઓ પણ જણાવી રહ્યાં છે. ત્યારે સૌથી મોટા સવાલ થાય કે, શું ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થશે? 2027માં ભાજપને મજબૂત ટક્કર આપશે?
રાહુલ ગાંધીની ચાર મહિનામાં ચોથી મુલાકાત
26 જુલાઈ 2025
જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમ
16 એપ્રિલ 2025:
મોડાસા ખાતે 1200 કાર્યકરોને સંબોધન કર્યું હતું
8-9 એપ્રિલ 2025:
અધિવેશન બાદનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી
7-8 માર્ચ 2025:
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી હતી
1995થી ગુજરાતમાં સત્તાથી દૂર છે કોંગ્રેસ
રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠકો પર પરાજય થયો હતો, જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી.
કોંગ્રેસ માટે અગામી પડકારો
નવી નિયુક્તિઓ સાથે કોંગ્રેસ હવે 2027ની વિધાનસભા ચુંટણી અને પૂર્વાર્ધ ચૂંટણીમાં પોતાનું સંગઠન મજબૂત કરવા પ્રયાસ કરશે. અમિત ચાવડા અને તુષાર ચૌધરી સામે પાર્ટીને પતનશીલ સ્થિતિમાંથી બહાર લાવવા અને વિશ્વાસ પુનઃપ્રાપ્ત કરવાનો મોટો પડકાર રહેશે.
આજે રાહુલ ગાંધીની જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે શુ ચર્ચા થઈ?
''અમ્પાયર ચીટિંગ કરી રહ્યો છે''
કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકી કહ્યું કે, ''રાહુલ ગાંધી મહત્વપૂર્ણ વાત કરી છે કે, જે અમે સમજવામાં મિસ્ટેક કરતા હતા'' તેમણે કહ્યું કે, ''અમને રાહુલ ગાંધીએ કહ્યું કે, જો તમે બેટિંગ કરવા જાઓ છો અને આઉટ થઈ જાઓ છો અને આવું વારંવાર થાય છે, તો તમેન મનમાં થાય કે, અમને રમાતા નથી આવડતું અને સામેવાળા ધુરંધરો છે પરંતુ આવી નથી, તમેને ખોટી રીતે આઉટ આપવામાં આવે છે, જેમાં અમ્પાયર ચીટિંગ કરી રહ્યો છે. 2017માં તમારી સાથે આજ થયું છે, તેમ હાર્યા નથી, તમારી સાથે ગડબડી થઈ છે, એટલે કે, ઈલેક્શન કમિશને વોટર લિસ્ટમાં ગડબડી કરી છે અને જેની સામે પુરાવા એકઠા થઈ રહ્યા છે, જે વાત પણ સાચી છે''
''સાચી સફાઈની જરૂર ગુજરાતમાં છે''
નૌશાદ સોલંકી કહ્યું કે, ''રાહુલ ગાંધી બીજી વાત એવી કરી છે કે, ભાજપ જનતા પાર્ટીનો મૂળ રોગ ગુજરાતમાં છે, જે ગંગોત્રી ગુજરાતમાં વહે છે, સાચી સફાઈની જરૂર ગુજરાતમાં છે. જેના માટે સફાઈ ગુજરાતથી જરૂરી છે''.
''ગુજરાત મોડલ છે જે એક મંદિર જેવું મોડલ છે''
નૌસાદ સોલંકીએ રાહુલ ગાંધીએ કરેલી ત્રીજી વાત અંગે કહ્યું કે, ''ગુજરાતના લોકો માટે મહત્વપૂર્ણ વાત છે, રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાત મોડલ છે જે એક મંદિર જેવું મોડલ છે, મંદિરમાં તમારે આવવુ, માથું ટેકવું જેવા તમામ અધિકાર છે પરંતુ તેમને પ્રસાદ કેટલું આપવું તે ભાજપના હાથમાં છે. જે પ્રસાદ ગરીબોને, ખેડૂતો અને અંબાણી- અંદાણીને કેટલો આપવો તે ભાજપ નક્કી કરે છે, જે તમારે કંઈ પણ બોલ્યા વિના સ્વીકારી લેવાનું હોય છે. જે તમામ RSS અને ભાજપ નક્કી કરે છે, ગુજરાતની જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે''.

_db90c458-9384-495a-a3ee-7a6cbc399808.jpg)




