Home Gujarat Radhanpur Mla Lovingji Thakor Gherav Water Issue Santalpur

સાંતલપુરમાં પાણીની સમસ્યાએ લીધો રાજકીય વળાંક : ICDS કાર્યક્રમ દરમિયાન ગામજનોએ MLA લવિંગજી ઠાકોરનો કર્યો ઘેરાવ

Patan News
Published by: Viral Patel
Last Updated: Jun 18, 2026, 05:53 AM IST

Patan News: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકરાળ બનવા લાગી છે. પાટણ જિલ્લાના રાધનપુર મતવિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને આજે સ્થાનિક લોકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. સાંતલપુર ખાતે યોજાયેલા એક સરકારી કાર્યક્રમમાં પહોંચેલા ધારાસભ્યને ગામના લોકોએ પાણીના પ્રશ્ને ઘેરી લીધા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ICDSના કાર્યક્રમમાં મચ્યો હોબાળો

મળતી માહિતી મુજબ, રાધનપુર વિધાનસભા અંતર્ગત આવતા સાંતલપુર ખાતે ICDS (Integrated Child Development Services) વિભાગનો એક સરકારી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોર હાજર રહ્યા હતા. કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન જ મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ત્યાં ધસી આવ્યા હતા.

ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા સાવધાન!: અમદાવાદની પ્રખ્યાત રેસ્ટોરાંની છાશમાંથી વંદો નીકળતા ખળભળાટ, ગ્રાહકે શેર કર્યો ચોંકાવનારો અનુભવ

ગામજનોએ પરખાવ્યું 'પાણીચું'

ગામમાં લાંબા સમયથી પીવાના પાણીની ચાલી રહેલી તકલીફથી પરેશાન ગ્રામજનોએ ધારાસભ્યને જોતા જ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. લોકોએ લવિંગજી ઠાકોરને ચારેય તરફથી ઘેરી લીધા હતા અને પાણીના પ્રશ્ને આકરા સવાલો પૂછ્યા હતા. સ્થાનિકોએ ધારાસભ્યને 'પાણીચું' પરખાવતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જો પાણીની સમસ્યા હલ નહીં થાય તો આગામી સમયમાં પરિણામ ભોગવવા પડશે. ગ્રામજનોના આચિંત્યા ઘેરાવને કારણે કાર્યક્રમમાં ભારે અફરાતફરી અને હોબાળો મચી ગયો હતો.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ધારાસભ્યના ઘેરાવનો આ સમગ્ર મામલો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થતાં જ રાજકીય ગરમાવો આવી ગયો છે. વીડિયોમાં સ્થાનિક લોકો ધારાસભ્ય સામે રોષપૂર્વક રજૂઆત કરતા અને તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરતા સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને નેતાઓ પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા માટે દોડતા થયા છે કે કેમ, તે જોવું રહ્યું.

સુરતમાં આગનું વિકરાળ તાંડવ: ફાર્મસીમાં ભભૂકેલી આગની જ્વાળાઓએ TVS શોરૂમ-રેસ્ટોરન્ટને લીધા ઝપેટમાં, 15થી વધુ વાહનો ખાખ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now