Home Gujarat Ahmedabad Ahmedabad Customer Cockroach Found In Buttermilk Online Food Order

ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા સાવધાન! : અમદાવાદની પ્રખ્યાત રેસ્ટોરાંની છાશમાંથી વંદો નીકળતા ખળભળાટ, ગ્રાહકે શેર કર્યો ચોંકાવનારો અનુભવ

ફૂડ સેફ્ટી
Published by: Viral Patel
Last Updated: Jun 18, 2026, 05:37 AM IST

Ahmedabad News: આજકાલના વ્યસ્ત જીવનમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. ઘરે બેઠા મનપસંદ ભોજન મળી જતું હોવાથી લોકો વારંવાર ડિલિવરી એપ્સનો ઉપયોગ કરે છે. પરંતુ, જો તમે પણ ઓનલાઈન ખાવાનું મંગાવવાના શોખીન હોવ તો લાલબત્તી સમાન એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદના એક ગ્રાહકને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવો એટલો ભારે પડ્યો કે તેનું નામ સાંભળીને જ હવે લોકોને ઓનલાઈન ફૂડ મંગાવતા ડર લાગશે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી જાણીતી રેસ્ટોરાંમાંથી એક ગ્રાહકે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ મારફતે જમવાનું મંગાવ્યું હતું. ઓર્ડર ઘરે પહોંચ્યા બાદ જ્યારે ગ્રાહક જમવા બેઠો અને ફૂડ પેકેટ સાથે આવેલી છાશ પીવા ગયો, ત્યારે તેના હોશ ઊડી ગયા હતા. છાશની અંદર એક મરેલો વંદો તરતો જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોતાં જ ગ્રાહક ચોંકી ગયો હતો અને તાત્કાલિક આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. હાલમાં આ કડવા અનુભવનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદના ચર્ચાસ્પદ પ્રજ્ઞાચક્ષુ વેપારી કેસમાં મોટો વળાંક: મહિલા PSI સોનલ રાઠોડની મુશ્કેલીઓ વધી, કોર્ટનો ઝટકો

લોકોમાં ભારે રોષ અને રેસ્ટોરાંની ગંભીર બેદરકારી

એક તરફ ગ્રાહકો હોટેલ અને રેસ્ટોરાંના શુદ્ધ અને સ્વચ્છ ખાવાના દાવા પર ભરોસો મૂકીને મોંઘા ભાવ ચૂકવે છે, ત્યારે બીજી તરફ આવી પ્રખ્યાત રેસ્ટોરાં તરફથી દાખવવામાં આવતી આવી ગંભીર બેદરકારી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં સમાન છે. આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો હોટેલ મેનેજમેન્ટ સામે પોતાનો ભારે રોષ ઠાલવી રહ્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કિચનમાં ખાદ્યપદાર્થો બનાવતી વખતે સ્વચ્છતાના નિયમોનું પાલન કેમ નથી કરવામાં આવતું?

ગ્રાહકો માટે ચિંતાનો વિષય

બહારનું ખાવાનું ખાવાથી સ્વાસ્થ્ય બગડવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, પરંતુ લિક્વિડ આઈટમ જેમ કે છાશ, સોડા કે ગ્રેવીમાંથી વંદા કે અન્ય જીવજંતુ નીકળવા તે અત્યંત જોખમી અને સુગ ઉપજાવે તેવું છે.

સુરતમાં આગનું વિકરાળ તાંડવ: ફાર્મસીમાં ભભૂકેલી આગની જ્વાળાઓએ TVS શોરૂમ-રેસ્ટોરન્ટને લીધા ઝપેટમાં, 15થી વધુ વાહનો ખાખ

ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી પર સૌની નજર

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે તંત્ર સજાગ બને છે કે નહીં તે જોવાનું રહ્યું. શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું ફૂડ સેફ્ટી વિભાગ આ મામલે કડક પગલાં લેશે? શું સંબંધિત રેસ્ટોરાંને દંડ ફટકારવામાં આવશે કે તેનું લાયસન્સ સસ્પેન્ડ થશે? આ ગંભીર લાપરવાહી અંગે ઓનેસ્ટ રેસ્ટોરાંના સત્તાધીશો શું સ્પષ્ટતા કરે છે, તેના પર પણ સૌની નજર ટકેલી છે.

ઓનલાઈન ફૂડ મંગાવતી વખતે આટલું ધ્યાન રાખો

આ કિસ્સો દરેક ગ્રાહક માટે એક સબક સમાન છે. જ્યારે પણ તમે ઓનલાઈન ફૂડ મંગાવો, ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. ફૂડ કન્ટેનર કે પેકેટ ખોલતા જ સીધું ખાવાનું શરૂ ન કરો. પહેલા તેને બરાબર ચેક કરી લો કે તેમાં કોઈ અશુદ્ધિ કે જીવજંતુ તો નથી ને. ઓર્ડર કરતા પહેલા જે-તે રેસ્ટોરાંના હાઈજીન (સ્વચ્છતા) રેટિંગ્સ અચૂક તપાસો. જો તમારી સાથે પણ આવો કોઈ કિસ્સો બને, તો ગભરાયા વગર તેનો વીડિયો કે ફોટો પુરાવા તરીકે રાખો અને કન્ઝ્યુમર ફોરમ અથવા ફૂડ સેફ્ટી વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવો. ગ્રાહક તરીકે જાગૃત રહેવું એ જ આપણી સુરક્ષા છે. તંત્ર દ્વારા આવા બેદરકાર વેપારીઓ સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

મહેસાણામાં હચમચાવી દેનારી ઘટના!: માતા, દીકરી અને 8 વર્ષની પૌત્રીનું ઝેરી દવા પીવાથી મોત, દાદી પર ગંભીર આરોપ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now