Ahmedabad: શહેરમાં ફરી એકવાર વિદ્યાર્થીએ જિંદગી ટૂંકાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાંથી આજે વહેલી સવારે NEET પરીક્ષાની તૈયારી કરતા 17 વર્ષના સગીર વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સાંતલપુરમાં પાણીની સમસ્યાએ લીધો રાજકીય વળાંક: ICDS કાર્યક્રમ દરમિયાન ગામજનોએ MLA લવિંગજી ઠાકોરનો કર્યો ઘેરાવ
વહેલી સવારે બની ઘટના
મળતી માહિતી મુજબ, ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલ 'એરિસ્ટો આનંદમ' ફ્લેટમાં આજે (18 જૂન) વહેલી સવારે આ દુખદ ઘટના બની હતી. અહીં રહેતા 17 વર્ષના કહાન પટેલે અગમ્ય કારણોસર ફ્લેટના છઠ્ઠા માળેથી નીચે કૂદી પડ્યો હતો. ગંભીર ઈજાઓ થવાને કારણે સગીરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
NEETની તૈયારી કરતો હતો મૃતક
પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક કહાન પટેલ મેડિકલમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય સ્તરની 'NEET' પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પરીક્ષાના ટેન્શન અથવા અન્ય કોઈ કારણોસર આ પગલું ભર્યું છે કે કેમ, તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે.
ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા સાવધાન!: અમદાવાદની પ્રખ્યાત રેસ્ટોરાંની છાશમાંથી વંદો નીકળતા ખળભળાટ, ગ્રાહકે શેર કર્યો ચોંકાવનારો અનુભવ
સાબરમતી પોલીસે તપાસ શરૂ કરી
બનાવની જાણ થતાં જ સાબરમતી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી, હાલ પૂરતો અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કહાનના આત્મહત્યા કરવા પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસે પરિવારજનો અને તેના મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.





