Home Gujarat Purnesh Modi To File Nomination As Deputy Speaker Of Legislative Assembly

વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ફોર્મ ભરશે પૂર્ણેશ મોદી : 16મી એ વિધાનસભાના ઉપાધ્યક્ષની થશે ચૂંટણી

વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ફોર્મ ભરશે પૂર્ણેશ મોદી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 13, 2026, 07:00 AM IST

પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે. તેમણે ઉમેદવારી નોંધાવી છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે મેદાને ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી આવતી 16મી તારીખે યોજાનાર છે.

16મી વિધાનસભાના ઉપાધ્યક્ષની થશે ચૂંટણી

આ ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ચહલપહલ વધી ગઈ છે. ભાજપ તરફથી પૂર્ણેશ મોદીના નામની જાહેરાત થતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે 16મીના રોજ યોજાનારી ચૂંટણીમાં તેઓ સત્તાવાર રીતે મેદાનમાં ઉતરશે અને ઉપાધ્યક્ષ પદ માટે પોતાનું દાવેદારી રજૂ કરશે.

ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીનું નિશ્ચિત

વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી આવતી 16મી તારીખે યોજાનાર છે. હાલની પરિસ્થિતિ મુજબ ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ભાજપમાં તેમના નામની જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે 16મીના રોજ યોજાનારી ચૂંટણીમાં તેમની સત્તાવાર પસંદગી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઋશિકેષ પટેલ સાથે ફોર્મ ભરવા માટે પૂર્ણેશ મોદી વિધાનસભા પહોંચ્યા હતાં

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now