Home National Punjab Aap Crisis 2 Mps May Quit Akali Claim

જો આવું થશે તો સંસદમાંથી થશે 'આપ'નો સફાયો : હવે બે લોકસભા સાંસદો છોડશે કેજરીવાલનો સાથ? પંજાબમાં દિગ્ગજ નેતાના દાવાથી ખળભળાટ

Bikram Singh Majithia on AAP MPs
Published by: Viral Patel
Last Updated: Apr 28, 2026, 01:58 PM IST

Bikram Singh Majithia on AAP MPs: પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. શિરોમણી અકાલી દળ (SAD) ના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી (AAP) ના બે લોકસભા સાંસદો ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે. જો ખરેખર આવું થશે, તો તે અરવિંદ કેજરીવાલ માટે મોટો ફટકો સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 'આપ' ના 7 રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

આમ આદમી પાર્ટી પર સંકટના વાદળો

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે રાજકીય સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરમાં જ 'આપ' ના સાત રાજ્યસભા સાંસદોએ ભાજપમાં વિલીનીકરણ કરી લીધું છે, જેના કારણે હવે રાજ્યસભામાં પાર્ટી પાસે માત્ર ત્રણ જ સાંસદો બચ્યા છે. આ દરમિયાન હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે જે અરવિંદ કેજરીવાલની ચિંતા વધારી શકે છે. શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ સનસનીખેજ દાવો કરતા કહ્યું છે કે પંજાબના બે લોકસભા સાંસદો પણ ટૂંક સમયમાં પાર્ટી છોડી શકે છે. જો આ દાવો સાચો પડે તો ચૂંટણી પહેલા કેજરીવાલ માટે આ અત્યંત મોટું નુકસાન હશે.

આ પણ વાંચો: મતગણતરી વચ્ચે રસપ્રદ બન્યા ગુજરાતના પરિણામો : ક્યાંક 8 વર્ષ બાદ BJPએ ગુમાવી સત્તા તો ક્યાંક AIMIM એ વગાડ્યો ડંકો

મજીઠિયાના દાવાથી રાજકીય ગરમાવો

બિક્રમ મજીઠિયાએ આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે રાઘવ ચઢ્ઢા અને સ્વાતિ માલીવાલ સહિત સાત સાંસદોએ ભાજપનો સાથ પકડ્યો છે. મજીઠિયાના જણાવ્યા અનુસાર પંજાબ સરકારની કામ કરવાની પદ્ધતિથી નારાજગી. નેતૃત્વ દ્વારા કરવામાં આવતી અવગણના. પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ. આ કારણોસર લોકસભાના બે સાંસદો રાજીનામું આપી શકે છે. અત્યારે લોકસભામાં 'આપ' પાસે કુલ ત્રણ સાંસદો છે.

સોશિયલ મીડિયા પર કેજરીવાલને કર્યા ટેગ

મજીઠિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, "વધુ એક દિવસ, વધુ એક વિદાયની તૈયારી...સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીના 2 લોકસભા સાંસદો ટૂંક સમયમાં પાર્ટી છોડી શકે છે. મુસાફરોની આ યાદી બસ વધતી જ જઈ રહી છે."

આ પણ વાંચો: અનિલ અંબાણી કેસમાં ED ની મોટી કાર્યવાહી : જપ્ત કરી અમદાવાદ-સાણંદની જમીન

લોકસભામાં 'આપ'ની સ્થિતિ

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પંજાબમાંથી આમ આદમી પાર્ટીના ત્રણ સાંસદો જીત્યા હતા.

1. ગુરમીત સિંહ મીત હેર

2. મલવિંદર સિંહ કાંગ

3. રાજ કુમાર ચબ્બેવાલ

જો આમાંથી બે સાંસદો રાજીનામું આપે, તો સંસદમાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ નહિવત થઈ જશે. જોકે, અત્યાર સુધી આ દાવા પર આમ આદમી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now