Puducherry Exit Poll Result: પાંચ રાજ્યો (પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી) ની વિધાનસભા ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય ગરમાવો તેજ છે. બુધવાર, 29 એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ પાંચેય રાજ્યોના એક્ઝિટ પોલના પરિણામો સામે આવવા લાગ્યા છે. પુડુચેરીના ચૂંટણી પરિણામોની પણ સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંગાળમાં મતદાન પૂરું થતા જ પુડુચેરીના એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા છે, જેમાં NDA, કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન (MGB) અને અભિનેતા વિજયની પાર્ટી TVK વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.
શું કહે છે પુડુચેરીનો એક્ઝિટ પોલ?
વિવિધ સર્વેક્ષણો મુજબ પુડુચેરીમાં સત્તાનું ચિત્ર કંઈક આવું દેખાઈ રહ્યું છે.
પીપલ્સ પ્લસ એક્ઝિટ પોલ: ભાજપ (NDA) ને 16-19 બેઠકો, કોંગ્રેસ ગઠબંધનને 10 થી 12 બેઠકો, TVK ને શૂન્ય અને અન્યને 1 થી 2 બેઠકો મળવાનું અનુમાન છે.
એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ: આ પોલ મુજબ ભાજપની સરકાર બનતી દેખાય છે. જેમાં NDA ને 16 થી 20 બેઠકો, કોંગ્રેસ ગઠબંધનને 6 થી 8 બેઠકો અને અન્યને 3 થી 7 બેઠકો મળી શકે છે.
પુડુચેરીમાં કોની બનશે સરકાર?
સ્ત્રોત | NRC+ | CONG+ | TVK+ | OTH |
|---|---|---|---|---|
Axis My India | 16-20 | 6-8 | 2-4 | 1-3 |
KAMAKHYA ANALYTICS | 17-24 | 4-7 | 1-2 | 0-1 |
Peoples Pulse | 16-19 | 10-12 | 0-0 | 1-2 |
Praja poll | 19-25 | 6-10 | 0-0 | 0-0 |
એક્ઝિટ પોલ ઓફ પોલ્સ | 18 | 9 | 2 | 1 |
આ પણ વાંચો: Assam Exit Poll Results 2026: આસામમાં BJPની હેટ્રિક : આ એક્ઝિટ પોલમાં 100 બેઠકોનું અનુમાન
ક્યારે અને કેટલા તબક્કામાં થયું હતું મતદાન?
પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત 15 માર્ચના રોજ કરવામાં આવી હતી. રાજ્યમાં માત્ર એક જ તબક્કામાં 9 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. હવે તમામની નજર 4 મે પર ટકેલી છે, જ્યારે મતોની ગણતરી થશે અને સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવશે. એ જોવું રસપ્રદ રહેશે કે 4 મેના પરિણામો એક્ઝિટ પોલના અનુમાન મુજબ જ આવશે કે પછી કંઈક નવો ઉલટફેર જોવા મળશે.
કેટલા ટકા થયું હતું મતદાન?
પુડુચેરીમાં વિધાનસભાની કુલ 30 બેઠકો છે, આ ઉપરાંત 3 બેઠકો ભારત સરકાર દ્વારા નામાંકિત સભ્યો માટે અનામત રાખવામાં આવી છે. 9 એપ્રિલના રોજ યોજાયેલા મતદાનમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને રેકોર્ડબ્રેક 89.87% મતદાન નોંધાયું હતું.
આ પણ વાંચો: Tamil Nadu Exit Poll 2026: એક્ઝિટ પોલમાં DMK ને બહુમતીનું અનુમાન : શું વિજય બનશે કિંગમેકર?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીની સૌથી વધુ મતદાન ટકાવારી છે. આશરે 13,000 મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું છે. સેવા મતદારો (Service Voters) 4 મેના રોજ સવારે 8 વાગ્યા સુધી મતદાન કરી શકે છે, જેનાથી કુલ મતદાનની ટકાવારી 91.23% સુધી પહોંચવાની શક્યતા છે.






