Home National Assam Exit Poll 2026 Bjp Nda Congress Seat Prediction Gujarati

Assam Exit Poll Results 2026: આસામમાં BJPની હેટ્રિક : આ એક્ઝિટ પોલમાં 100 બેઠકોનું અનુમાન

Assam Exit Poll 2026
Published by: Viral Patel
Last Updated: Apr 29, 2026, 02:53 PM IST

Assam Exit Poll 2026: આસામ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો હવે સામે આવવા લાગ્યા છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, આસામમાં NDA ને 88 થી 100 બેઠકો અને કોંગ્રેસને 24 થી 36 બેઠકો મળવાની શક્યતા છે.

ચૂંટણીના સત્તાવાર પરિણામો પહેલા આજે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. એક્સિસ માય ઇન્ડિયાના સર્વે મુજબ, હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં NDA ગઠબંધનને 88-100 બેઠકો મળવાનું અનુમાન છે. બીજી તરફ, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના CONG+ ગઠબંધનને આ વખતે 24 થી 36 બેઠકો પર સીમિત રહેવું પડી શકે છે. જેમાં કોંગ્રેસને 22-30 બેઠકો, જ્યારે રાયજોર દળ, AJP, CPI(M) અને અન્ય સાથી પક્ષોને ફાળે મર્યાદિત બેઠકો જવાની શક્યતા દર્શાવવામાં આવી છે. અન્ય પક્ષોના ખાતામાં 0 થી 3 બેઠકો જઈ શકે છે.

એક્ઝિટ પોલ બાદ આસામના રાજકીય વર્તુળોમાં ઉત્તેજના વધી ગઈ છે. હવે સૌની નજર 4 મે ના રોજ થનારી મતગણતરી પર ટકેલી છે.

આસામમાં કોની બનશે સરકાર

Source

BJP+

INC+

OTH

Matrize

88-98

22-32

3-5

Chanakya Strategies

85-95

25-32

6-12

Poll Diary

86-101

15-26

3-7

Praja Poll

00-00

00-00

00-00

Axis My India

88-100

24-36

00-00

Poll of Polls

87-99

21-32

4-8

9 એપ્રિલે થયું હતું મતદાન

આસામની તમામ 126 વિધાનસભા બેઠકો માટે 9 એપ્રિલે મતદાન યોજાયું હતું, જેમાં મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. રાજ્યમાં કુલ 85.91 ટકા મતદાન નોંધાયું હતું, જે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં મજબૂત જનભાગીદારી સૂચવે છે.

ચૂંટણીના અંતિમ પરિણામો પહેલા સામે આવેલા આ એક્ઝિટ પોલ દ્વારા આસામની જમીની સ્થિતિ, વોટિંગ ટ્રેન્ડ અને આંકડાકીય વિશ્લેષણ સાથે સંભવિત પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. સત્તામાં વાપસી થશે કે પરિવર્તન, પ્રાદેશિક વિરુદ્ધ રાષ્ટ્રીય પક્ષોનું પ્રદર્શન અને ગઠબંધનની ભૂમિકા - આ તમામ પ્રશ્નોના જવાબ એક્ઝિટ પોલમાં શોધવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now