ગુજરાત હાઇકોર્ટમાં અહિંસા મહાસંઘ દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં પ્રાણીઓની ખુલ્લી જગ્યામાં અપાતી કુરબાની અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. જો કે હાઇકોર્ટે શરૂઆતમાં જ કહ્યું હતું કે એના માટે તો કાયદામાં અને ઓથોરિટીના નિયમોમાં જોગવાઈ હોય જ.
'કોર્ટ પોલીસનું કામ ના કરી શકે'
આ દરમિયાન નોંધ્યું હતું કે, ફક્ત અમુક લોકો ખુલ્લી જગ્યામાં પ્રાણીઓનું બલિદાન આપે તો કાયદા અને નિયમોના ભંગ માટે કાર્યવાહી કરવા માટે પોલીસ છે. કોર્ટ પોલીસનું કામ ના કરી શકે. સામે અરજદારે કહ્યું હતું કે તેઓ 05 વર્ષથી ઓથોરિટી સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. આખરે તેમને હાઈકોર્ટના નિર્દેશની જરૂર પડી છે.
અરજદારે શું કહ્યું?
હાઇકોર્ટ સમક્ષ અરજદારે કેટલાક ફોટોગ્રાફ પણ મુક્યા હતા. અરજદારે જણાવ્યું હતું કે તેમણે ઓથોરિટી તરફથી 03 ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે. 800 મેટ્રિક ટન પ્રાણીજ કચરો ઉત્પન્ન થાય છે. જો આ વસ્તુ કતલખાનામાં કરવામાં આવે તો આવી પરિસ્થિતિ સર્જાય નહીં. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે આમાં સર્વ સામાન્ય નિર્દેશોની જરૂર નથી.

_d509070d-1e89-4937-96c0-26227c9d3869.jpg)




