Home Gujarat Psi Turned Arthritic Cheated Rapido Riders In Vadodara

વડોદરામાં PSI બની ગઠિયાએ રેપિડો રાઇડર્સને છેતર્યા : પોલીસે ગુનો નોંધ્યો, કાયદાનું કરાવ્યું ભાન

વડોદરામાં PSI બની ગઠિયાએ રેપિડો રાઇડર્સને છેતર્યા
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 11:28 AM IST

Vadodara Fake PSI : વડોદરામાં PSI તરીકે ઓળખ આપીને રેપિડો રાઇડર્સ સાથે છેતરપિંડી કરવાનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. કથિત PSI નલવાયા નામે રાઇડર્સને ફોન કરી રાઇડ બુક કરાવી હતી. જોકે તપાસમાં નલવાયા નામનો કોઈ પોલીસકર્મી પોલીસ વિભાગમાં જ ન હોવાનું બહાર આવતા આ આખું કૌભાંડ ખુલ્લું પડી ગયું હતું.

39 રૂપિયાનું ભાડું ન આપ્યું અને...

મળતી માહિતી મુજબ 'બે રેપિડો રાઇડર્સ ગઠિયાની જાળમાં ફસાયા હતા. આરોપી દ્વારા રાઇડ બુક કરાવીને મુસાફરી તો કરવામાં આવી, પરંતુ ભાડું ચૂકવવામાં આવ્યું નહીં. એટલું જ નહીં, 39 રૂપિયાનું ભાડું આપવા માટે કથિત PSI ની ઓળખ આપી સતત બહાના બનાવતો હતો. રાઇડર્સે માનવતાવશ દીકરીને સલામત રીતે ઘરે પહોંચાડ્યા, પરંતુ ભાડું ન મળતાં તેઓ છેતરાયા હોવાનો અહેસાસ થયો.

પોલીસે આરોપી પતિ અને પત્ની સામે ગુનો નોંધ્યો

આ દરમિયાન રાઇડર્સ અને કથિત PSI વચ્ચેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ઘટનાને વધુ વેગ મળ્યો છે. મામલો ચર્ચામાં આવતા વડોદરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન નકલી PSI ની ઓળખ આપનાર ગઠિયાને પોલીસએ ઝડપી પાડ્યો. વધુ તપાસમાં ખુલ્યું કે આ કૌભાંડ પતિ-પત્ની મળીને ચલાવી રહ્યા હતા. પોલીસે આરોપી બકુલ જશુભાઈ હરિજન અને તેની પત્ની રશ્મિબેન બકુલ હરિજન સામે ગુનો નોંધ્યો છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી

વડોદરા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય લોકો PSI અથવા કોઈપણ અધિકારીના નામે ફોન આવે તો સીધી સત્તાધિકારી પાસે ચેક કરવું જોઈએ, જેથી આ પ્રકારની છેતરપિંડીથી બચી શકાય. ખોટી પોલીસની ઓળખ આપી રેપીડો બાઈકનો ઉપયોગ કર્યો અને જમવાનું પાર્સલ મંગાવ્યું અને પૈસા ન આપ્યા તે બાબતે યોગ્ય કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ