Home Business Protect Yourself From Fraud Happening Under Your Pan Card Name In This Way

રહો સાવધાન, રહો સુરક્ષિત : પાન કાર્ડના નામ પર થતા ફ્રોડથી આવી રીતે બચો

રહો સાવધાન, રહો સુરક્ષિત
Published by: OBS Bureau
Last Updated: Jan 14, 2025, 02:30 PM IST

આજકાલ ડિજિટલનો વ્યાપ વધ્યો છે તે સાયબર ગુનાઓ પણ વધવા લાગ્યા છે. પાન કાર્ડના નામ પર પણ ઘણા ફ્રોડ થઈ રહ્યા છે. અનેક લોકોને પાન કાર્ડની જાણકારી અપડેટ કરવા માટે મેસેજ આવી રહ્યા છે. જો તમને પણ આવો કોઈ મેસેજ આવે છે તો તેના પર ક્લિક ન કરો. જો તમે ક્લિક કરો,તો તમારું ખાતું ખાલી થઈ શકે છે. કેવી રીતે થાય છે પાન કાર્ડ સંબંધિત છેતરપિંડી? તેમને કેવી રીતે ટાળવું? આ બધી માહિતી અહીં જાણો. પાન કાર્ડ અપડેટના નકલી સંદેશાઓ IPPB ગ્રાહકોને નિશાન બનાવી રહ્યા છે. એકાઉન્ટ બ્લોક થવાનો ડર બતાવવામાં આવી રહ્યો છે.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ આ મેસેજને નકલી બતાવ્યા છે. ઈન્ડિયા પોસ્ટ આવા મેસેજ નથી મોકલી રહી. લિંક પર તમારે ક્લિક ન કરવું જોઈએ. જાણકારી શેર ન કરવી જોઈએ.ફિશિંગ એક ઓનલાઈન ફ્રોડ છે. ઠગ તમારી અંગત માહિતી ચોરી લે છે અથવા તો હાનિકારક સોફ્ટવેર ઈન્સ્ટોલ કરી દે છે.પાન અપડેટ ન કરવા પર અકાઉન્ટ બ્લોક કરવાનો ડર બતાવવામાં આવે છે. આ ફિશિંગ ફ્રોડ છે, સાવધાન રહો. સુરક્ષિત ડિજિટલ બેંકિગ માટે પાસવર્ડ બદલતા રહો. ફર્જી નંબરોથી બચો. અકાઉન્ટ ચેક કરતા રહો, શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો.

આજકાલ સાયબર ઠગો યેનકેન પ્રકારે તમારા પૈસા હડપવા માટે જાળ બિછાવે છે. આ માટે તેઓ તમારી નબળી કડીનો ઉપયોગ કરી શકે છે. સાયબર ફ્રોડ આજકાલ સ્માર્ટ થઈ ગયા છે. તેઓ જે રસ્તાનો ઉપયોગ કરે છે તે તમને એકદમ અસલી જેવું જ લાગે છે. તેઓ ભળતા સળતા જ નામનો ઉપયોગ કરે છે અને તમને છેતરી શકે છે. એટલા માટે તમારે સતર્ક રહેવું જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now