Home Sports Prithvi Shaw Will Play With Csk Captain

CSKના કેપ્ટન સાથે રમશે પૃથ્વી શો : મહારાષ્ટ્રની ઐતિહાસિક ટુર્નામેન્ટમાં જોવા મળશે

CSKના કેપ્ટન સાથે રમશે પૃથ્વી શો
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 11:20 AM IST

લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહેલો પૃથ્વી શો હવે સ્થાનિક ક્રિકેટમાં મુંબઈને બદલે મહારાષ્ટ્ર તરફથી રમતો જોવા મળશે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર ડેબ્યૂ કરનાર પૃથ્વી શોને તેના ખરાબ ફોર્મ અને ફિટનેસને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે પૃથ્વી શો આગામી સ્થાનિક સિઝનમાં યોજાનારી ઓલ ઈન્ડિયા બુચી બાબુ ઈન્વિટેશન ટુર્નામેન્ટ માટે મહારાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલી ટીમમાં સ્થાન મળ્યું છે.

કુલ 16 ટીમો ભાગ લેશે

આ વખતે બુચી બાબુ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લેશે, જે બધીને ચાર-ચારના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. મહારાષ્ટ્રની ટીમને ગ્રુપ-એમાં TNCA પ્રેસિડેન્ટ XI, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢ સાથે સ્થાન મળ્યું છે. મહારાષ્ટ્રની ટીમ 18 ઓગસ્ટથી રાઉન્ડ 1 માં છત્તીસગઢ સામે પોતાની પહેલી મેચ રમશે. બુચી બાબુ ટુર્નામેન્ટની મેચોનું TNCA ની યુટ્યુબ ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

અંકિત બાવને (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, પૃથ્વી શો, સિદ્ધેશ વીર, સચિન ધાસ, અર્શિન કુલકર્ણી, હર્ષલ કાટે, સિદ્ધાર્થ મ્હાત્રે, સૌરભ નાવલે, મંદાર ભંડારી, રામકૃષ્ણ ઘોષ, મુકેશ ચૌધરી, પ્રદીપ દાધે, વિક્કી ઓસ્તવાલ, હિતેશ વાલુંજ, પ્રશાંત સોલંકી, રાજવર્ધન હાંગરગેકર.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now