અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં આરોપી રવિ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જે કેસ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલ પોક્સોની વિશેષ અદાલત ખાતે ચાલી જતા સરકારી વકીલ કે.જી.જૈન અને દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો 09 મૌખિક સાહેદો તેમજ 21 દસ્તાવેજી પુરાવાને આધારે આરોપીને કોર્ટે 20 વર્ષ સખત કેદની સજા ફટકારી છે.
આખી ઘટનાની વિગતવાર વાત કરીએ તો આરોપી સગીરાના પડોશમાં રહેતો હતો. જ્યારે સગીરા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. ત્યારે જ આરોપી તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો હતો. આરોપી કોરોનાકાળમાં ફોન ઉપર સગીરાનો સંપર્ક કરતો હતો. એક વખત તે તેને અમદાવાદમાં ઘરની નજીકના એક સ્થળે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.
સગીરા જ્યારે કોલેજમાં આવી અને એક દિવસ કૉલેજથી પરત ફરી નહીં એટલે સગીરાના ઘરના લોકોએ પોલીસ ફરિયાદ આપી હતી. આરોપી સગીરાને ધમકાવીને પાવાગઢ દર્શન કરવા જવાનું છે તેમ કહીને પોતાના વતન પંચમહાલ લઈ ગયો હતો. જ્યાં આરોપીએ પોતાના ઓળખીતાઓને પોતે લગ્ન કરી લીધા હોવાનું જુઠ્ઠું બોલીને તેમના ઘરે રોકાઈને સગીરા સાથે દુષ્કર્મમાં આચર્યું હતું.
આ કેસમાં સગીરાનુ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યું હતું. આરોપી તરફ રજૂઆત કરાઈ હતી કે સગીરાએ પોતાને બચાવવા કોઈ પ્રયત્ન કર્યો હોય તેવું દેખાતું નથી. તે પોતે ભણેલી છે અને સારું નરસું સમજી શકે છે. જો કે ભોગવનનારની 17 વર્ષની ઉંમરને જોતા કોર્ટે આરોપીને આજીવન કારાવાસ અનેકુળ 26000 રૂપિયાનો દંડ કર્યો હતો. જેમાંથી 25 હજાર રૂપિયા સગીરાને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





