વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી આજે દિલ્હી જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવસભર વિદાય આપી હતી.
PM દિલ્હી જવા રવાના
વડાપ્રધાનશ્રીને એરપોર્ટ ખાતે વિદાય આપવા કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, જીએડીનાં અધિક મુખ્ય સચિવસુનયના તોમર, એર માર્શલ એસ. શ્રીનિવાસ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, મેજર જનરલ ગૌરવ બગ્ગા અને ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ વડાપ્રધાનને ભાવસભર વિદાય આપી હતી.
ગઈકાલે જનસભા અને રોડ શો યોજ્યો હતો
અત્રે જણાવીએ કે, ''PM મોદીએ 25 ઓગસ્ટે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજ્યો હતો. રોડ શો પૂર્ણ કરી તેઓ સભા સ્થળે પહોંચ્યા અને 5477 કરોડનાં વિકાસકાર્યાના લોકાર્પણ-ખાત મુહૂર્ત કર્યા હતા. ત્યાર બાદ જાહેર સભા સંબોધી હતી






