Home Gujarat Presidents Police Medal Awarded To 16 Officers And Jawans Of The State Police Force

રાજ્ય પોલીસ દળના 16 અધિકારી-જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર : 2 અધિકારીઓેને વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક, 14 પ્રશંસનીય સેવા માટે અપાશે મેડલ, જુઓ લિસ્ટ

રાજ્ય પોલીસ દળના 16 અધિકારી-જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2026, 07:34 AM IST

પ્રજાસત્તાક દિવસ 2026ના પ્રસંગે ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ-16 પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રકો જાહેર કરાયા છે. જેમાં 2 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા 14 પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર કરાયા છે. ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને 26મી જાન્યુઆરી-2026 (પ્રજાસત્તાક દિવસ-2026)ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજ રોજ મહામહિમ રાષ્ટ્રપતિ નાઓએ જાહેર કર્યા છે.

વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ (PSM)

નિપુણા તોરવણે (IPS)

અધિક પોલીસ મહાનિદેશક તથા અગ્ર સચિવ, ગૃહ વિભાગ, ગુજરાત સરકાર

શૈલષસિંહ શ્યામબલીસિંહ રઘુવંશી

નાયબ કમિશ્નર ઓફ ઇન્ટેલિજન્સ, અમદાવાદ રીજીયન

પ્રશંસનીય સેવા પોલીસ મેડલ (MSM)

પી.એલ. માલ (IPS) – પોલીસ મહાનિરીક્ષક, કોસ્ટલ સિક્યુરિટી, ગાંધીનગર

એ.જી. ચૌહાણ (IPS) – પોલીસ મહાનિરીક્ષક, જેલ વિભાગ, અમદાવાદ

એમ.જે. ચાવડા (IPS) – પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર

ધર્મેન્દ્ર હરજીભાઇ દેસાઇ (SPS) – પોલીસ અધિક્ષક, એમ.ટી. વિભાગ, ગાંધીનગર

ઘનશ્યામસિંહ અનોપસિંહ સરવૈયા – મદદનીશ પોલીસ કમિશ્નર, સુરત શહેર

વસંત સોમસિંહ પરમાર – બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, સુરત શહેર

સંજય મુરલીધર પાટીલ – બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, સુરત શહેર

ક્રિપાલસિંહ જીલુભા રાણા – પોલીસ વાયરલેસ સબ-ઇન્સ્પેક્ટર, રાજકોટ શહેર

સુનિલ ગોરખભાઇ દેશલે – બિન હથિયારી એ.એસ.આઈ., સુરત શહેર

ગીરીશભાઇ છગનભાઇ દેસાઇ – બિન હથિયારી એ.એસ.આઈ., અમદાવાદ શહેર

શનાભાઇ મોરારભાઇ પરમાર – હથિયારી હેડ કોન્સ્ટેબલ, રા.અ.પો.દળ જુથ-10, વાલીયા

લાલસિંહ રામસિંહ વિહોલ – એ.આઈ.ઓ., ઇન્ટેલિજન્સ વિભાગ, ગાંધીનગર

અરવિંદ ભોપીનભાઇ તડવી – એ.આઈ.ઓ., ઇન્ટેલિજન્સ વિભાગ, ગાંધીનગર

વિષ્ણુભાઇ ભરતભાઇ દેસાઇ – એ.આઈ.ઓ., ઇન્ટેલિજન્સ વિભાગ, ગાંધીનગર

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now