Home Gujarat Presentation Of Std 9 To 12 Tettat Passed Candidates In Gandhinagar

ધો. 9 થી 12 TET–TAT પાસ ઉમેદવારોનો ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ : '2023 ની મંજૂર થયેલી ખાલી જગ્યાઓ ભરો'

ધો. 9 થી 12 TET–TAT પાસ ઉમેદવારોનો ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 08:36 AM IST

Teacher recruitment : ધોરણ 9 થી 12 સુધીની TET અને TAT પાસ કરેલા ઉમેદવારો આજે શિક્ષક ભરતી સંબંધિત વિવિધ મુખ્ય માંગો લઈને ગાંધીનગર પહોંચી ગયા હતા. ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રજુઆત કરવા એકત્ર થયા હતા અને લાંબા સમયથી અટકેલી ભરતી પ્રક્રિયામાં ન્યાયપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરી છે.

મંજૂર કરાયેલી ખાલી જગ્યાઓને આ વર્ષે ભરવાની માંગ

ઉમેદવારોની પ્રથમ અને મુખ્ય માંગ છે કે શિક્ષક સહાયકોની તાત્કાલિક ભરતી કરવામાં આવે. તેમની સ્પષ્ટ માંગ મુજબ આદર્શ નિવાસી શાળાઓમાં 2023 દરમિયાન મંજૂર કરાયેલી ખાલી જગ્યાઓને આ જ વર્ષના ભરતીપ્રક્રિયામાં ભરતી કરવામાં આવે. ઉમેદવારોનું કહેવું છે કે આ જગ્યાઓ મંજૂર થયા બાદ પણ ભરાતી ન હોવાને કારણે શિક્ષણ વ્યવસ્થા પર સીધી અસર પડી રહી છે.

'4 હજાર જગ્યાઓ ખાલી પડી છે'

ઉમેદવારો દ્વારા જણાવાયું છે કે, જૂના શિક્ષકોની બદલી પછી આશરે 4 હજાર જગ્યાઓ ખાલી પડી છે, અને આ બધાં પદોને હાલની ભરતી પ્રક્રિયામાં સામેલ કરવી જરૂરી છે. તેમની માંગણી છે કે કુલ 4 હજારથી વધુ ખાલી જગ્યાઓને ભરતીમાં ઉમેરવામાં આવે અને ભરતી માટે જગ્યા વધારો કરીને બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે.

'જગ્યા વધારો અને બીજો રાઉન્ડ જાહેર કરો'

તેમજ ઉમેદવારોનું કહેવું છે કે 'કચ્છ જિલ્લામાં જેમ પ્રાથમિક વિભાગમાં ભરતી કરવામાં આવી, તે જ રીતે સમગ્ર રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ સમાન ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે'. ઉમેદવારોનો આ આંદોલન શિક્ષણ ક્ષેત્રે અટકેલી ભરતી પ્રત્યેની આશંકાઓ અને તેમના વાજબી હક્ક માટેની લડતને સ્પષ્ટ રજૂ કરે છે. હવે સરકાર દ્વારા આ માંગણીઓને કઈ રીતે પ્રતિસાદ મળે છે તે જોવાનું રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ