Home Gujarat Preparations For Prime Ministers Roadshow In Sanand Complete

સાણંદમાં વડાપ્રધાનના રોડ-શોની તૈયારી પૂર્ણ! : ઋષિકેશ પટેલ સહિત ભાજપના આગેવાનોએ કરી સમીક્ષા

સાણંદમાં વડાપ્રધાનના રોડ-શોની તૈયારી પૂર્ણ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 08:16 AM IST

ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મહત્વના પ્રવાસે છે. આ મુલાકાત માત્ર શિલાન્યાસ પૂરતી સીમિત નથી, પરંતુ તે ટેકનોલોજીમાં ભારતના યોગદાન માટે પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમદાવાદના સાણંદમાં ભારતનો પહેલો હાઈ-ટેક સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત કરીને પીએમ મોદી 'ડિજિટલ ઈન્ડિયા'ના સપનાને નવી પાંખો આપશે. ત્યાર બાદ વડાપ્રધાન સાણંદમાં રોડ-શો પણ કરશે. આ સમગ્ર કાર્યક્રમ માટેની પૂર્વ તૈયારીની સમીક્ષા માટે સાણંદ GIDC એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાણંદ GIDC ખાતે યોજાનારા રોડ-શો કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ શૈલેષ દાવડા, મહામંત્રી નવદીપસિંહ ડોડીયા સહિત જિલ્લા પ્રશાસનના અધિકારીઓ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન રોડ-શોના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ, જનસુવિધાઓ, સ્વચ્છતા અને સમગ્ર કાર્યક્રમના વ્યવસ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપીને તેમની જવાબદારીઓ સ્પષ્ટ કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ, તમામ આગેવાનો અને અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે સ્ટેજ વ્યવસ્થા, સુરક્ષા બંદોબસ્ત, આવાગમન માર્ગો અને જાહેર સુવિધાઓનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. જરૂરી સુધારાઓ માટે સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now