Home Gujarat Prem Gadhvi And Tiku Present At Talsania Station After Police Complaint Regarding Stunt During Misery Film Promotion

ગુજરાતી ફિલ્મ 'મિસરી' ના પ્રમોશન દરમિયાન સ્ટંટ મામલે અપડેટ : પોલીસ ફરિયાદ બાદ પ્રેમ ગઢવી અને ટીકુ તલસાણીયા સ્ટેશને હાજર

ગુજરાતી ફિલ્મ 'મિસરી' ના પ્રમોશન દરમિયાન સ્ટંટ મામલે અપડેટ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 30, 2025, 11:21 AM IST

ગુજરાતી ફિલ્મી 'મિસરી' 31 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. પરંતુ રિલીઝ પહેલા ફિલ્મની સ્ટારકાસ્ટ દ્વારા અમદાવાદના રસ્તાઓ પર કાયદાના ધજગરા ઉડાવતો વીડિયો વાયરલ થતાં પોલીસે ફરિયાદ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બાઈક ચલાવતા પ્રેમ ગઢવી, ટીકુ તલસાણીયા અને જેસલ જાડેજાની ઓળખ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પ્રેમ ગઢવી અને ટીકુ તલસાણીયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

મળતી માહિતી અનુસાર, પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પ્રેમ ગઢવી અને ટીકુ તલસાણીયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ ઘટનાને અંગે PI એન.એ.દેસાઈ જણાવે છે કે, "સાયન્સ સિટી રોડ ઉપર મિસરી ફિલ્મ આવી રહી છે, તેના પ્રમોશન માટે કેટલાક લોકો બાઇક તેમજ ફોર વિલર ગાડી સાથે સ્ટંટ કરીને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમોનો ભંગ કર્યો હતો. તે અનુસંધાને A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે."

તેમણે વધુમાં કહ્યું, "તે બાઇક ચાલક અને ફોર વિલર ચાલક વિરુદ્ધ MV Act ની વિવિધ કલમો મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now