અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પોલીસે રાત્રિ ચેકિંગ દરમિયાન કોંગ્રેસના પૂર્વ નેતાના દીકરાને દારૂની બોટલ સાથે ઝડપ્યો છે. કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ મદનલાલા જયસ્વાલનો દીકરો તારાચંદ જયસ્વાલ થાર ગાડીમાં દારૂની બોટલ લઈને જઈ રહ્યો હતો ત્યારે પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને ગાડી અને દારૂ કબ્જે કર્યો છે.
સેટેલાઈટ પોલીસ દ્વારા નહેરુનગર સર્કલ પાસે મોડી રાત્રે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન નહેરુનગર સર્કલ તરફથી કાળા કલરની થાર ગાડી આવી રહી હતી, જેને રોકીને તપાસ કરતા ગાડીમાંથી પાછળની સીટમાંથી દારૂની બોટલ મળી આવી હતી. દારૂની બોટલ સાથે પોલીસે કારચાલક તારાચંદ મદનલાલ જયસ્વાલ નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ કરીને પોલીસ ગાડી અને દારૂ સહિત 5.01 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીના પિતા મદનલાલ જયસ્વાલ અગાઉ કોંગ્રેસમાં અમદાવાદ શહેરના ઉપ-પ્રમુખ રહી ચૂક્યા છે.આ ઉપરાંત તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર પણ રહી ચૂક્યા છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





