Home Gujarat Police Writing Exam Gujarat Suarat Vadodara Govt Offbeatstories

બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા, : 472 જગ્યા માટે 1.2 લાખ ઉમેદવારો મેદાને, 340 પરીક્ષા કેન્દ્રો તૈયાર

બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા,
Published by: OBS Bureau
Last Updated: Apr 12, 2025, 08:07 AM IST

ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-2025 દરમ્યાન લેવામાં આવેલ શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પીએસઆઈની 472 જગ્યા માટે આવતીકાલે તા.13 એપ્રિલનાં રોજ પરીક્ષા યોજાશે. જેનાં માટે અમદાવાદ, વાડોદરા અને સુરત ખાતેની 340 જેટલી શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. જેમાં કુલ 1.2 લાખ ઉમેદવારો પરિક્ષા આપશે.

ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-ર૦ર૫ દરમ્યાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની ૪૭ર જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૩ રોજ અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ 340 શાળાઓમાં યોજવામાં આવનાર છે. જેનાં માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા.૧૩ સુધી ચાલુ રહેશે. અત્યાર સુધીમાં એક લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કર્યા છે. આ પરીક્ષામાં ૩-૩ કલાકના બે પેપર હશે. તેમજ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર યોજાય તે માટે 8000 થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓને પરીક્ષાલક્ષી કામગીરી સોપવામાં આવી છે. ઉપરાંત દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI/PSIને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. જેમાં તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનીટરીંગ કરવામાં આવશે. શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક / ફોટોગ્રાફને લેખિત પરીક્ષાના બન્ને પેપર પહેલા વેરીફીકેશન કરી અને પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે મોનીટરીંગ કરવામાં આવશે. આ લેખિત પરીક્ષા પોલીસ કમિશ્નરના જનરલ સુપરવિઝન હેઠળ તેમજ IGP/DIGP કક્ષાના સિનીયર પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતીના સુપરવિઝન હેઠળ યોજવામાં આવશે. તેમ છતાં આ પરીક્ષામાં ગેરરિતી કરનાર કે ગેરરિતીમાં મદદ કરનાર સમે આવશે તો તેનાં વિરૂધ્ધ સખ્ત પગલાઓ લેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now