Home Gujarat Police Raid Caught Multiple Gujarat People Are Arrested For Alleged Prostitution Activities

ઉદયપુરની મુજરા પાર્ટી પર પોલીસના દરોડા : 36 ગુજરાતીઓ ઝડપાયા

ઉદયપુરની મુજરા પાર્ટી પર પોલીસના દરોડા
Published by: OBS Bureau
Last Updated: Aug 04, 2025, 04:35 PM IST

ઉદયપુર જિલ્લાના કોડિયાત વિસ્તારમાં આવેલી હોટલ ગણેશમાં રાત્રિ દરમિયાન ચાલતી રેવ અને મુજરા પાર્ટી પર પોલીસ દ્વારા ચોંકાવનારું એક્શન લેવામાં આવ્યું. મળતી માહિતી અનુસાર, પોલીસે 40 પુરુષો અને 11 મહિલાઓ સહિત કુલ 51 વ્યક્તિઓને જગ્યાથી ઝડપી પાડ્યા છે. ધરપકડમાં હોટલના માલિક અને એક દલાલનો પણ સમાવેશ થાય છે.

પાર્ટી માટે ગુજરાતમાંથી આવી પહોંચ્યા લોકો:
હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ અને કોન્સ્ટેબલ અજયરાજ દ્વારા મળેલી માહિતી પ્રમાણે, પાર્ટીમાં જોડાવા માટે દરેક વ્યક્તિ પાસેથી રૂ. 5000 વસૂલવામાં આવ્યા હતા. ખાસ કરીને લોકો ગુજરાતમાંથી બસ ભરીને આવી પહોંચ્યા હતા, જ્યારે કેટલાક સ્થાનિક ગ્રાહકો પણ પાર્ટીમાં હાજર હતા.

પોલીસે સદર ઘટનાનો પર્દાફાશ કેવી રીતે કર્યો?
પાર્ટીની ગેરકાયદે પ્રવૃત્તિની માહિતી મળ્યા બાદ, એક હેડ કોન્સ્ટેબલને ગુપ્ત રીતે ગ્રાહક તરીકે અંદર મોકલવામાં આવ્યો હતો. અંદર પ્રવેશ્યા બાદ તેણે પોલીસને પુષ્ટિ આપી કે સ્થળ પર મુજરા ચાલી રહ્યો છે અને મહિલાઓ ડાન્સ કરી રહી છે. બાદમાં ડેપ્યુટી સૂર્યવીર સિંહના નેતૃત્વમાં એક ટીમે સ્થળ પર દરોડો પાડ્યો અને મોટા પાયે લોકોની ધરપકડ કરી. પોલીસે ઘટના સ્થળેથી મોટી માત્રામાં મादક પદાર્થો પણ જપ્ત કર્યા છે.

આગળની તપાસ ચાલુ:
પોલીસ હાલ ધરપકડ કરાયેલા લોકોને પૂછપરછ માટે રિમાન્ડ પર લઈ રહી છે અને હોટલ દ્વારા પૂર્વે આવી અન્ય પાર્ટીઓ યોજાઈ હતી કે નહીં, એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now