દાંતા તાલુકાના પાડલીયા ગામમાં વન વિભાગની જમીનના વિવાદના કારણે ભારે હિંસક ઘટના બની હતી. પાડલીયા ગામના સર્વે નંબર 9માં વન વિભાગ દ્વારા નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જમીન વિવાદને લઈને પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ અને આશરે 500 લોકોના વિશાળ ટોળાએ પૂર્વ આયોજન મુજબ પોલીસ અને વન વિભાગની ટીમ પર હુમલો કર્યો હોવાનું કલેક્ટરે જણાવ્યું છે. હુમલાખોરોએ તીર-કામઠા વડે હુમલો કર્યો હતો તેમજ પથ્થરમારો કરી સરકારી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને કેટલાક વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા.
પાડલીયા ગામમાં પોલીસ ફોર્સ તહેનાત
આ હિંસક ઘટનામાં કુલ 47 પોલીસ જવાનો ઘાયલ થયા છે, જેમાં એક PI ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા, પરંતુ તે પછી પરિસ્થિતિ વધુ વણસી હતી. હાલ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પાડલીયા ગામમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તાર પર કડક નજર રાખવામાં આવી રહી છે.
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસ દ્વારા હુમલાખોરોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગ અને પ્રશાસન દ્વારા હાલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જ્યારે ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.
ઈજાગ્રસ્તોના નામની યાદી
આર. બી. ગોહિલ (અંબાજી PI)
જયેશભાઈ મોદી
વશીમખાન ઝફરખાન ગાસુરા
કાળુભાઈ દેવાભાઈ બેગડીયા
હીરાભાઈ દલજીભાઈ વાઘેલા
વિક્રમભાઈ કાનજીભાઈ ચૌધરી
જશપાલસિંહ હરીસીંગ રાઠોડ
અમીતલાલ હિંમતલાલ ગઢવી
જયકરણદાન તખતદાન ગઢવી
માંગજીભાઈ ફલજીભાઇ ચૌધરી
હર્ષદસિંહ ચંદનસિંહ હડીયોલ
કિસનસિંહ ચતુરસિંહ રાણા
અરમાનખાન એચ.બિહારી
જગદીશભાઈ ચેલાભાઈ ચૌધરી
મોહનભાઈ વિરજીભાઈ ચૌધરી
શંકરભાઈ ખોડાભાઈ રબારી
વિક્રમભાઈ નારણભાઈ દેસાઈ
જીગરભાઈ જી મોદી
જયેશભાઈ ગણપતલાલ જોશી
વિક્રમભાઈ ડી. ડાભી
ઈશ્વરભાઈ મેવાભાઇ દેસાઈ
વિપુલ એ ચૌધરી
રામાભાઈ એલ મકવાણા
મુકેશભાઈ નાગજીભાઈ ગેલોત
મુકેશભાઈ ગલબાભાઈ પરમાર
સંજયસિંહ બળવંતસિંહ બારડ
સાગરભાઈ એ રોઝ
અરવિંદભાઈ પ્રતાપભાઈ પરમાર
વિક્રમભાઈ બાબુભાઈ ખોખરીયા
ભુપેન્દ્રભાઈ જીણાભાઇ ગોલેતર
લલીતભાઈ જીવાલભાઈ પરમાર
મહેન્દ્રસિંહ હુકુન્સિંહ રાજપૂત
દિનેશકુમાર ભગતભાઈ પ્રજાપતિ
દિલીપભાઈ મોક્લાભાઈ કોદરવી
જોગાભાઈ દીતાભાઈ ખરાડી
સુરેશજી કાળુજી ઠાકોર
બાબુભાઈ મણીલાલ પાંડવ
પુનાભાઈ કેસાભાઇ વાઘેલા
પ્રવીણભાઈ બલવંતજી સોલંકી
વનવીરસિંહ રતનસિંહ ચૌહાણ
કાઠાત સબાનુંરખાન જફરૂખાન
મયુરભાઈ દિનેશભાઈ પ્રજાપતિ
નીરૂબેન એમ મોરજીયા
ગૌરીબેન ધર્માભાઈ નાયક
નરસાભાઈ સીમાભાઈ ખાંટ
તેજાભાઈ ચોપાભાઈ વાઘડીયા
નરેશભાઈ એચ.જોશી






