Home Gujarat Police Foil Plan To Kill Maliya In Morbi

મોરબીમાં માળીયાના હત્યાની યોજના પોલીસે બનાવી નિષ્ફળ : પોલીસે હથિયારો સાથે ત્રણ આરોપીઓને દબોચ્યા

મોરબીમાં માળીયાના હત્યાની યોજના પોલીસે બનાવી નિષ્ફળ
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 12:55 PM IST

Morbi Crime News : મોરબીના માળીયા તાલુકામાં અગાઉ થયેલા ઝગડાનું મનદુખ રાખી ધ્રાંગધ્રામાં રહેતા એક યુવકની હત્યા કરવાની યોજના બનાવનાર આરોપીઓને ધ્રાંગધ્રા પોલીસે સમયસૂચકતા દાખવીને પકડી લીધા છે. પોલીસની બાજ નજરના કારણે મોટી ઘટના બનતી અટકી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી જિલ્લાના માળીયા ગામમાં એક જ જ્ઞાતિના બે કુટુંબો અગાઉ રહેતા હતા. બાળકોને લગતા મુદ્દે બંને કુટુંબો વચ્ચે ઝગડો થયો હતો, જે બાદ બંને પક્ષો વચ્ચે વેર બંધાયું હતું. આ ઝગડામાં ફાયરિંગની ઘટના પણ બની હતી, જેની ફરિયાદ માળીયા પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ કેસમાં આરોપી ફારૂક જામ બાદમાં ધ્રાંગધ્રા રહેવા આવ્યો હતો.

હથિયારો સાથે આરોપી ઝડપાયા

ઝગડાના કારણે મનમાં વેર રાખીને પાંચ આરોપીઓ ફારૂક જામની હત્યા કરવાની નિયતથી ગેરકાયદેસર હથિયારો સાથે ધ્રાંગધ્રા આવવા નીકળ્યા હતા. આરોપીઓ પાસે ત્રણ બંદૂક, એક દેશી કટ્ટુ અને 31 જીવંત કારતૂસ હોવાની માહિતી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે ધ્રાંગધ્રા પોલીસે ધામા ચોકડી નજીક વોચ ગોઠવી હતી.

પોલીસની સમયસર કાર્યવાહીથી હત્યા અટકી

પોલીસે બે કારમાં આવી રહેલા આરોપીઓને અટકાવી તપાસ કરતાં ત્રણ આરોપીઓને હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસની સમયસર કાર્યવાહીથી સંભવિત હત્યાની ઘટના અટકી ગઈ હતી. આ દરમિયાન બે આરોપીઓ ફરાર થઈ ગયા છે, જેમની શોધખોળ હાલ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now