Home Gujarat Police Commissioner Inspects Security At Kalupur Railway Station

પોલીસ કમિશ્નરે કાલુપુર રેલવે સ્ટેશનની સુરક્ષાનું કર્યું નિરીક્ષણ : જી.એસ. મલિકે રેલવે સ્ટેશન આસપાસના તમામ રોડની કરી મુલાકાત

પોલીસ કમિશ્નરે કાલુપુર રેલવે સ્ટેશનની સુરક્ષાનું કર્યું નિરીક્ષણ
Published by: OBS Bureau
Last Updated: Jul 21, 2025, 12:07 PM IST

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકના અધ્યક્ષસ્થાને શહેર વિસ્તારના મુસાફર પરિવહન કેન્દ્રોની સુરક્ષા અંગેની સંકલન બેઠક યોજવામાં આવી હતી. સંકલન બેઠક બાદ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં રેલ્વે સ્ટેશન ખાતે આવતા મુસાફરોને પડતી અગવડ ઓછી કરવાનાં નિવારાત્મક પગલાં અંગેના આયોજન માટે નવા બની રહેલા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે વાહન પાર્કિંગ, નવા વિકસી રહેલ રેલવે સ્ટેશનના સરસપુર તરફના વિસ્તાર તથા ભવિષ્યમાં ટ્રાફિકની અગવડતા ઓછી થાય તે રીતના આયોજનને અમલમાં મૂકવાના હેતુસર શહેર પોલીસ કમિશનર દ્વારા રેલવે સ્ટેશન આસપાસના તમામ રોડની મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન રેલવેના ડિવિઝનલ મેનેજર, રેલવેના એડીઆરએમ, આરપીએફના ડિવિઝનલ સિક્યોરિટી અધિકારીઓ, સ્ટેશન ડાયરેક્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીવાયએમ, વેસ્ટર્ન રેલવેના નાયબ પોલીસ અધિક્ષક, આરટીઓના ઇન્સ્પેક્ટરો, અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now