Home Gujarat Pm Modi Will Visit Gujarat Once Again

PM મોદી ફરી એકવાર આવશે ગુજરાત પ્રવાસે : 10 જાન્યુઆરીએ રાજકોટ VGRCનો આરંભ કરાવશે!

PM મોદી ફરી એકવાર આવશે ગુજરાત પ્રવાસે
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 06:10 AM IST

PM Modi on Gujarat tour : ગુજરાતમાં વર્ષ 2027માં યોજનારી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ પહેલા પ્રાદેશિક કોન્ફરન્સની બીજી શૃંખલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. સૂત્રો પાપ્ત વિગતો મુજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી જાન્યુઆરીએ રાજકોટથી વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કોન્ફરન્સ-VGRCનો આરંભ કરાવી શકે.

10થી 13 જાન્યુઆરી દરમિયાન કોન્ફરન્સ

અત્રે જણાવીએ કે, ઓક્ટોબરમમાં ઉત્તર ગુજરાત માટે મહેસાણા ખાતે VGRCનું આયોજન કરાવમાં આવ્યુ હતુ. હવે જાન્યુઆરીમાં કચ્છ- સૌરાષ્ટ્ર રિજિયન માટે આ કોન્ફરન્સ મળી રહી છે. અગાઉ રાજકોટ ખાતે 9થી 11મી જાન્યુઆરી એમ ત્રણ દિવસનું આયોજન કરાયુ હતુ. પરંતુ, હવે 10થી 13 જાન્યુઆરી દરમિયાન કોન્ફરન્સ મળી રહી છે.

PM મોદી 10 જાન્યુઆરીએ રાજકોટ VGRC નો આરંભ કરાવશે!

ઉદ્યોગ વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી જાન્યુઆરીની સાંજે રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર રિજિયનમાં ઔદ્યોગિક રોકાણકર્તાઓ માટેની VGRCનું ઉદ્દઘાટન કરશે. તે પહેલા રાજકોટમાં રોડ- શોનું પણ આયોજન ચાલી રહ્યુ છે. આ કોન્ફરન્સમાં તેમની ઉપસ્થિતિમાં મોટા રોકાણ કે વિકાસના આયોજનની જાહેરાતની શક્યતાને નકારી શકાય તેમ નથી. ગુજરાતમાં માંડલ-બહુચરાજી ખાસ રોકાણ ક્ષેત્રમાં મારૂતી- સુઝુકી ઓટો મોબાઈલનો પ્લાન્ટ પહેલાથી જ કાર્યરત છે.

આ કંપની સાણંદ ખાતેના ખોરજ ઔદ્યોગિક ક્ષેત્રમાં વધુ એક પ્લાન્ટ સ્થપવાની તૈયારીઓ કરી રહી છે. જે મંજૂરીને તબક્કે છે. ત્યારે આ પ્લાન્ટનુ ખાતમૂર્હત પણ વડાપ્રધાનના હસ્તે થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કેન્દ્ર સરકારે કર્યા મોટા બ્યુરોક્રેટિક ફેરફારો
12 બોર, 4 ટાંકી છતાં 5 દિવસથી પાણી વગર તરસ્યું ગામ!
PM મોદીએ કર્યું અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ
વાવ-થરાદમાં વિકાસનો મહાઅધ્યાય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો!
Play Video