Home Gujarat Pm Modi Will Come To Gujarat On May 26 Grand Road Show Will Be Held In Ahmedabad

વતનની મુલાકાતે આવશે વડાપ્રધાન : ઑપરેશન સિંદૂર પછી પ્રથમ મુલાકાત

વતનની મુલાકાતે આવશે વડાપ્રધાન
Published by: OBS Bureau
Last Updated: May 20, 2025, 06:43 PM IST

પાકિસ્તાન સામેની સફળ મિશન ‘ઓપરેશન સિંદૂર’ બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માતૃરાજ્ય ગુજરાતની પહેલી મુલાકાતે આવી રહ્યા છે. તેમની ગુજરાત યાત્રા 26 અને 27 મેના રોજ નિર્ધારિત છે, જેમાં તેઓ અમદાવાદ, ગાંધીનગર, દાહોદ અને કચ્છ સહિતના વિસ્તારોની મુલાકાત લેશે અને વિવિધ શાસકીય અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે.

અમદાવાદમાં 26 મેના રોજ 6:30 વાગ્યે ભવ્ય રોડ શો

વડાપ્રધાન મોદીના આગમનને લઇ રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ છે. 26મી મેના સાંજે અમદાવાદમાં એક ભવ્ય રોડ શો યોજાશે, જે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધીના માર્ગ પર ચાલશે. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, સમર્થકો અને નાગરિકો ઉપસ્થિત રહેશે.

વિશિષ્ટ થીમ પર ટેબ્લો અને સ્વાગત મંચ તૈયાર

પીએમના સ્વાગત માટે સમગ્ર માર્ગને વિશિષ્ટ થીમ આધારીત ટેબ્લો અને સ્ટેજથી શણગારવામાં આવશે. વિવિધ સાંસ્કૃતિક ઝલકો દર્શાવતી ટિમો રસ્તા પર રહેવાની છે. સમગ્ર કાર્યક્રમ માટે તંત્ર તરફથી તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાનનું આગમન સાંજે 6 વાગ્યે નિર્ધારિત છે.

ગાંધીનગરમાં રોકાણ અને આગામી દિવસની વ્યસ્તતા
અંતે પીએમ મોદી એરપોર્ટ પરથી સીધા ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસે જશે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે. આગામી 27 મેના રોજ તેઓ દાહોદ, કચ્છ અને ગાંધીનગરમાં યોજાનારા કાર્યક્રમોમાં હાજરી આપશે. દરેક સ્થળે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આયોજન માટે બેઠક
વડાપ્રધાનની મુલાકાતને લઈને રાજ્યમાં ઉચ્ચ સ્તરે તૈયારી ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં પીએમના પ્રવાસના તમામ કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ અપાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now